Patan Rape/ પાટણમાં સગીરા પર દુષ્કર્મના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો

પાટણમાં સગીરા સાથે દુષ્કર્મના કિસ્સામાં નોંધપાત્ર વધારો થયો છે. દહાડો ઉગતો નથીને સગીરા પર દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યા વગર રહેતો નથી. આ કિસ્સામાં સાવકી માતાના પ્રેમીએ સગીરા પર દુષ્કર્મ આચર્યુ છે. 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.

Gujarat Others Breaking News

Patan News: પાટણમાં સગીરા સાથે દુષ્કર્મના કિસ્સામાં નોંધપાત્ર વધારો થયો છે. દહાડો ઉગતો નથીને સગીરા પર દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યા વગર રહેતો નથી. આ કિસ્સામાં સાવકી માતાના પ્રેમીએ સગીરા પર દુષ્કર્મ આચર્યુ છે. 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.

સગીરાને દવાખાને જવાના બ્હાને બહાર લઈ જવામાં આવી હતી. સગીરાને ગાડીમાં બેસાડીને અમદાવાદ લાવવામાં આવી હતી. સાવકી માતા પ્રેમી રઘુ સાથે સગીરાને અમદાવાદ લાવી હતી. સગીરાની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. અલગ-અલગ જગ્યાએ લઈ જઈને સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.

સગીરાના પિતાએ પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. તેણે પોલીસમથકે પત્ની અને શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ સાવકી માતાની ધરપકડ કરી છે અને સગીરા પર દુષ્કર્મના મુખ્ય આરોપી રઘુને પકડવા તજવીજ હાથ ધરી છે. સ્વાભાવિક રીતે આરોપી પર પોક્સોનો કેસ લાગશે.

ઉલ્લેખનીય છે કે હજી મહિના પહેલાં જ પાટણના સિદ્ધપુર તાલુકામાં 16 વર્ષીય સગીરા સામે દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના બની હતી. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામની 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરવાની ઘટના બની છે. સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામની 16 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. નેદ્રોડા ગામના શખ્સે સગીરાને અમદાવાદ તેમજ અલગ-અલગ સ્થળે લઈ જઈને સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ નેદ્રોડા ગામનો વતની અને હાલમાં અમદાવાદમાં રહેતો સચિન પરમારે કાકોશીની 16 વર્ષીય સગીરાનું દુષ્કર્મ આચર્યું હતું. સચિને સગીરાને રિક્ષામાં બેસાડી સગીરા સાથે લગ્ન કરવાનું કહી ધમકી આપી હતી કે, મારી સાથે નહીં આવે તો હું દવા પીને મરી જઈશ અને તારું નામ આપીશ.

આના કારણે સગીરા ગભરાઈ ગઈ હતી. સચિને સગીરાને અમદાવાદ તેમજ અલગ-અલગ સ્થળે લઈ જઈને સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં સચિન સગીરાને કંઈ પણ કીધા વગર ડીસા મૂકીને જતો રહ્યો હતો. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પાટણમાં દુષ્કર્મ આચરનારને 10 વર્ષની સજા ફટકારાઈ

આ પણ વાંચો: પાટણમાં સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરતાં નોંધાઈ ફરિયાદ

આ પણ વાંચો: પાટણના કાકોશી ગામની 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ