Not Set/ સુરતના ગોડાદર વિસ્તારમાં કિન્નરોની દાદાગીરી,એક યુવાનની જાહેરમાં કરવામાં આવી ધોલાઇ

સુરત, સુરતમાં કિન્નરો દ્વારા એક યુવકને માર મારતો હોવાનો વિડીયો સામે આવ્યો છે. કિન્નરો દ્વારા યુવકની જાહેરમાં ધોલાઇ કરવામાં આવી રહી છે. એટલું નહિં કિન્નરોએ યુવકના કપડા પણ ફાડી નાંખ્યા હતા. ગોડાદર વિસ્તારની આ ઘટના છે કે જ્યાં અન્ય કોઇ યુવકોએ આ ભોગબનનાર યુવકને કિન્નર પાસે પૈસા લેવા મોકલ્યો હતો. જો કે પૈસા માગવા જતાં […]

Top Stories Gujarat Surat Videos

સુરત,

સુરતમાં કિન્નરો દ્વારા એક યુવકને માર મારતો હોવાનો વિડીયો સામે આવ્યો છે. કિન્નરો દ્વારા યુવકની જાહેરમાં ધોલાઇ કરવામાં આવી રહી છે. એટલું નહિં કિન્નરોએ યુવકના કપડા પણ ફાડી નાંખ્યા હતા.

ગોડાદર વિસ્તારની આ ઘટના છે કે જ્યાં અન્ય કોઇ યુવકોએ આ ભોગબનનાર યુવકને કિન્નર પાસે પૈસા લેવા મોકલ્યો હતો. જો કે પૈસા માગવા જતાં કિન્નરો રોષે ભરાઇ ગયા હતા અને યુવાનને જાહેરમાં માર માર્યો હતો.

આ યુવાનને એટલે માર માર્યો કે જે યુવકો પૈસા માંગતા હતા તેની ભાળ મેળવી શકાય. મહત્વની વાત તો એ છે કે કિન્નરો જ્યારે આ યુવકને માર મારતા હતા તે સમયે આજુબાજુ ઉભેલા લોકો ફક્ત પ્રેક્ષકોની જેમ ઉભા રહ્યા હતા. પરંતુ યુવકને કિન્નરોની ચુંગાલમાંથી છોડાવ્યો ન હતો..