Surendranagar News/ ધ્રાંગધ્રાના ખાંભડા ગામે કૂવામાંથી અજાણ્યો મૃતદેહ મળ્યો

વાડી નજીક આવેલા કૂવામાં કોઈ અજાણ્યો મૃતદેહ (Dead Body)પડ્યો હોવાની માહિતી મળતાં સ્થાનિકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું

Gujarat Others
ધ્રાંગધ્રાના ખાંભડા ગામે વાડી નજીક આવેલા કૂવામાંથી અજાણ્યો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મૃતદેહ (Dead Body) મળી આવવાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

Surendranagar News :  ધ્રાંગધ્રાના ખાંભડા ગામે વાડી નજીક આવેલા કૂવામાંથી અજાણ્યો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મૃતદેહ (Dead Body) મળી આવવાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

કૂવામાંથી Dead Body મળતા ચકચાર

વાડી નજીક આવેલા કૂવામાં કોઈ અજાણ્યો મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળતાં સ્થાનિકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબ્જો મેળવ્યો હતો.

પોલીસે મૃતદેહનો કબ્જો મેળવ્યો

પોલીસે કૂવામાંથી અજાણ્યો મૃતદેહ (Unidentified Body) બહાર કઢાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહની ઓળખ હજુ સુધી થઈ નથી. સમગ્ર મામલે પોલીસ દ્વારા પોલીસ તપાસ (Police Investigation) શરૂ કરવામાં આવી છે.

PM માટે હોસ્પિટલ ખસેડાયો

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ (Hospital) ખાતે ખસેડ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ સામે આવી શકે છે. હાલ આ મામલે શંકાસ્પદ મોત (Suspicious Death) અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

ઘટના પાછળનું ચોક્કસ કારણ શું છે અને મૃતકની ઓળખ કેવી રીતે થશે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.


આ પણ વાંચો : ફિણાવ ગામમાં કેનાલમાંથી મળ્યો યુવક મૃતદેહ, પોલીસે વધુ તપાસ હાથ ધરી

આ પણ વાંચો : ઉપલેટામાં ભાદર નદીમાંથી અજાણ્યા પુરુષનો મળી આવ્યો મૃતદેહ, ગત મોડી રાત્રે ભાદર નદીમાં અજાણ્યો યુવક ડૂબ્યો આજે મૃતદેહ મળ્યો

આ પણ વાંચો : ગાઝિયાબાદમાં બે વાર PM કર્યા બાદ પણ મૃતક અચાનક જીવતો ઘરે પાછો આવ્યો?