Gandhinagar News/ નર્સિંગ પરીક્ષા વિવાદમાં નવો વળાંક, GTUએ આરોગ્ય વિભાગને સોંપ્યો રિપોર્ટ

આજે નર્સિંગ પરીક્ષા વિવાદને લઈને GTU દ્વારા આરોગ્ય વિભાગને રિપોર્ટ સોંપવામાં આવ્યો. પરીક્ષા ફરી લેવાશે કે શું ? રિપોર્ટ પરથી સરકાર નક્કી કરશે.

Gujarat Gandhinagar Breaking News

Gandhinagar News : નર્સિંગ પરીક્ષા વિવાદને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા આરોગ્ય વિભાગને એક મહત્વનો રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં ઉમેદવારોના માર્ક અને આન્સર કી સંદર્ભે માહિતી આપવામાં આવી છે.

રિપોર્ટમાં શું ?

 * ઉમેદવારોના માર્ક અને આન્સર કીની વિગતો

 * આન્સર કીમાં ABCD પેટર્ન ફોલો કરનારા ઉમેદવારોની માહિતી

 * પેપર સેટર દ્વારા તૈયાર કરાયેલા પેપર સ્ટાઇલની વિગતો

આ રિપોર્ટના આધારે આરોગ્ય વિભાગ નર્સિંગ પરીક્ષા માન્ય રાખવી કે રદ કરવી તે અંગે નિર્ણય લેશે. આરોગ્ય વિભાગ દ્વારા પરીક્ષા મામલે અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ સમાચાર સામે આવતા ઉમેદવારોની ચિંતા વધી ગઈ છે. તેઓ હવે આરોગ્ય વિભાગના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.તાજેતરમાં લેવાયેલી નર્સિંગ પરીક્ષામાં કેટલાક ગેરરીતિના આક્ષેપો થયા હતા. જેના કારણે પરીક્ષા રદ કરવાની માંગણી કરવામાં આવી રહી હતી. આ મામલે GTUને તપાસ સોંપવામાં આવી હતી.

કૌભાંડની વાત બહાર આવતા સ્ટાફ નર્સની પરીક્ષા આપનારાઓમાં ઉમેદવારોમાં આક્રોશની લાગણી ફેલાઈ છે. સામાન્ય રીતે જ્યારે પણ પેપર સેટ બદલાય છેત્યારે સાચા જવાબો અને વિકલ્પોની સંખ્યા પણ બદલાય છે. ચારેય પેપર સેટમાં જવાબો એબીસીડીના ક્રમમાં હોવાથી એવો આરોપ મૂકવામાં આવી રહ્યો છે કે આ પ્રકારની સેટિંગ મનપસંદ કરવા માટે કરવામાં આવી રહી છે, જે પરીક્ષા કૌભાંડ પછી પ્રકાશમાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નર્સિંગ સ્ટાફની ભરતી પરીક્ષામાં ગોલમાલની શંકા : આન્સર કીમાં જવાબોની ગોઠવણ?

આ પણ વાંચો: સ્ટાફ નર્સની પરીક્ષાને પણ ‘નર્સિંગ ટ્રીટમેન્ટ’ની જરૂર !

આ પણ વાંચો: નર્સિંગ સ્ટાફની ભરતી પરીક્ષામાં ગોલમાલની શંકા : આન્સર કીમાં જવાબોની ગોઠવણ?