Gandhinagar News : રવિવારે સ્ટાફ નર્સિંગની ભરતી માટે પરીક્ષા યોજાઈ હતીં. તમને જણાવી દઈએ કે, સ્ટાફ નર્સિંગની 1900 જેટલી જગ્યા માટે અંદાજે 70,000 થી વધારે ઉમેદવારો પોતાનું નસીબ અજમાવવા માટે પરીક્ષા આપી હતી. પરંતુ કૌભાંડીઓ આ ઉમેદવારોની નસીબ વચ્ચે ખાઈ બની રહ્યાં છે. સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું કે, નર્સિગ સ્ટાફની ભરતી પરીક્ષામાં મોટાપાયે ગોલમાલ થઈ હોવાની ગંધ આવી રહીં છે.
મહત્વની વાત એ છે કે, કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી અને યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ ગોલમાલનો દાવો કર્યો છે.યુવરાજસિંહ જાડેજાએ ગોલમાલનો દાવો કરતા લખ્યું છે કે, આન્સર કીમાં જવાબો ક્રમશઃ A,B,C,D પ્રમાણે જ જોવા મળ્યાં છે. આવી રીતે જવાબોની ગોઠવણી શા માટે? શું આ કોઈ સંજોગ છે કે પછી જાણી જોઈને કરવામાં આવેલો કૌભાંડનો પ્રયાસ છે? આ સવાલો થયા તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
નોંધનીય છે કે, મનિષ દોશીએ ટ્વીટ કરી CMને તપાસ કરવા માટે રજૂઆત પણ કરી છે. પરંતુ વારંવાર વિદ્યાર્થીઓ સાથે આવું શા માટે કરવામાં આવે છે? શું આ સરકારનું વિકાર મોડેલ છે? આવા આનેક સવાલો અત્યારે ઉમેદવારો પણ કરી રહ્યાં છે.નોંધનીય છે કે, રવિવારે સ્ટાફ નર્સિંગની ભરતી માટે પરીક્ષા યોજાઈ હતી. સ્ટાફ નર્સિંગની કુલ 1900 જેટલી જગ્યા માટે ભરતી પાડવામાં આવી છે.
જેમાં ગઈ કાલે અંદાજે 70,000 થી વધારે ઉમેદવારો પરીક્ષા આપી હતી. પરંતુ અત્યારે જાહેર કરવામાં આવેલી આન્સર કી અનેક પ્રકારના સવાલો પેદા કરી રહીં છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અત્યારે કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી રહીં છે.
સળગતાં સવાલ
શું આરોગ્યવિભાગ આ આશંકાની કરશે તપાસ ?
શું આ સંયોગ છે કે જાણી જોઈને કરાયેલો પ્રયોગ ?
શું આન્સર કીની ગોઠવણ થઈ હતી ?
શું આરોગ્યવિભાગના અધિકારીઓની સંડાવણી છે ?
શું આરોગ્યવિભાગની પરીક્ષામાં થઈ ગોલમાલ ?
પેપરની આવી પેટર્ન કોણે કરી તૈયાર ?
સ્ટાફનર્સની પરીક્ષામાં દરેક સિરીઝ સરખી કેમ ?
દરેક સિરીઝના પેપરના જવાબ એક સમાન કેમ ?
શું સ્ટાફનર્સના ઉમેદવારોના ભવિષ્ય સાથે થયાં ચેડા ?
આ પણ વાંચો: 30 લકઝરી કાર સાથે નબીરાઓના સિનસપાટા, હાથમાં ફાયર ગન સાથે કાર ઉપર…
આ પણ વાંચો:માથાભારે ગણેશ વાઘની મોડી રાત્રે હત્યા! ઉપરાછાપરી ચપ્પુના ઘા મારી પતાવી દીધો
આ પણ વાંચો:અમદાવાદમાં ઘૃણાસ્પદ ઘટના, પિતાએ 10 વર્ષના બાળકની કરી ક્રૂર હત્યા
