Gujarat News/ સ્ટાફ નર્સની પરીક્ષાને પણ ‘નર્સિંગ ટ્રીટમેન્ટ’ની જરૂર !

સ્ટાફ નર્સની પરીક્ષામાં કૌભાંડ થવાની શક્યતા છે. કારણ કે એવું જાણવા મળ્યું કે આન્સર કીમાંના બધા પ્રશ્નોના જવાબો ABCD ક્રમમાં હતા.

Top Stories Gujarat Others Breaking News

Gujarat News: ગુજરાતમાં સરકારની પરીક્ષાઓ અને કૌભાંડો જાણે એકબીજાનો પર્યાય બની ગયા છે. કોઈને કોઈ સરકારી પરીક્ષા યોજાય તો સમજવાનું કે કૌભાંડ થયું જ સમજવું. આવું વધુ એક કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. તાજેતરમાં સ્ટાફ નર્સની ભરતીની પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં કૌભાંડ થયું હોવાનું માનવામાં આવે છે.

રવિવારે સ્ટાફ નર્સની 1903 જગ્યાઓ માટે પરીક્ષા લેવામાં આવી હતી. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને આ પરીક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી. આરોગ્ય કમિશ્નરે સ્ટાફ નર્સની ભરતીની પરીક્ષાની આખી પ્રક્રિયાના સંચાલનની જવાબદારી જીટીયુને સોંપી હતી. હવે તેમા ગડબડ કે કૌભાંડ સામે આવ્યું છે. પરીક્ષાની આન્સર કી જાહેર થયા પછી આ પરીક્ષામાં કૌભાંડ અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કૌભાંડની વાત બહાર આવતા સ્ટાફ નર્સની પરીક્ષા આપનારાઓમાં ઉમેદવારોમાં આક્રોશની લાગણી ફેલાઈ છે.

સામાન્ય રીતે જ્યારે પણ પેપર સેટ બદલાય છેત્યારે સાચા જવાબો અને વિકલ્પોની સંખ્યા પણ બદલાય છે. ચારેય પેપર સેટમાં જવાબો એબીસીડીના ક્રમમાં હોવાથી એવો આરોપ મૂકવામાં આવી રહ્યો છે કે આ પ્રકારની સેટિંગ મનપસંદ કરવા માટે કરવામાં આવી રહી છે, જે પરીક્ષા કૌભાંડ પછી પ્રકાશમાં આવી હતી.

આમ આન્સર કીના ક્રમના પગલે કૌભાંડની સંભાવના મજબૂત થઈ છે. તેની સાથે અમુક ઉમેદવારોને નોકરી પર લેવાનું સેટિંગ થયુ હોવાની શંકાએ વેગ પકડ્યો છે. આના પગલે સ્ટાફ નર્સ આપનારાઓનો આક્રોશ ગમે ત્યારે ફાટી નીકળે તેમ છે. તેઓ આ મુદ્દે ટૂંક સમયમાં રજૂઆત કરવાના હોવાના સમાચાર પણ સાંભળવા મળ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:CCC પરીક્ષા કૌભાંડ મામલે મૌન, GTUએ પરીક્ષા કરી બંધ

આ પણ વાંચો:નોકરીની પરીક્ષા બાદ VVIPના નજીકના લોકોને તક, હાઈકોર્ટે ગણાવ્યું ‘ચોંકાવનારું કૌભાંડ’

આ પણ વાંચો:પંચમહાલમાં નીટની પરીક્ષામાં ચોરી કરાવવાનું કૌભાંડ પકડાયું