NEET scam/ પંચમહાલમાં નીટની પરીક્ષામાં ચોરી કરાવવાનું કૌભાંડ પકડાયું

પંચમહાલ જિલ્લાની ગોધરા સ્કૂલમાં નીટની પરીક્ષામાં ચોરી કરાવવાનું કૌભાંડ પકડાયું છે. તેમા વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવામાં આવનારા હતા. આ પ્રકરણમાં ત્રણની સામે ફરિયાદ નોંધાઈ છે.

Gujarat Vadodara
Beginners guide to 40 પંચમહાલમાં નીટની પરીક્ષામાં ચોરી કરાવવાનું કૌભાંડ પકડાયું

ગોધરાઃ પંચમહાલ જિલ્લાની ગોધરા સ્કૂલમાં નીટની પરીક્ષામાં ચોરી કરાવવાનું કૌભાંડ પકડાયું છે. તેમા વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવામાં આવનારા હતા. આ પ્રકરણમાં ત્રણની સામે ફરિયાદ નોંધાઈ છે. તેમા જય જલારામ સ્કૂલના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરિફ વોરા સામે ફરિયાદ નોંધાઈ હતી.

અગાઉ ડેપ્યુટી સેન્ટર સુપરિટેન્ડન્ટની ગાડીમાંથી સાત લાખ રૂપિયા મળ્યા હતા. આ મામલામાં રોય ઓવરસીઝની ઓફિસમાંથી દસ્તાવેજી કાગળો પર પોલીસે જપ્ત કર્યા છે.  કેસમાં ઓફિસ કર્મચારીઓના નિવેદન પણ લેવામાં આવ્યા છે.

વડોદરાના રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોયની અટકાયત કરી તેમને ગોધરા પોલીસને સોંપાયા છે. અન્ય બે આરોપીઓને પકડવા માટે ટીમો બનાવવામાં આવી છે.

નીટ કૌભાંડમાં રોય ઓવરસીઝના સંચાલક સામે ગુનો નોંધાયો છે. પરશુરામ રોયની એસઓજી દ્વારા અટકાયત કરવામાં આવી છે. રોયની વડોદરા અને મુંબઈમાં કન્સલ્ટન્સી આવેલી છે. રોય મેડિકલ એડમિશનનું માર્ગદર્શન આપે છે. નોંધનીય છે કે ગોધરામાં છ વિદ્યાર્થીઓને નીટની પરીક્ષામાં ચોરી કરાવવા માટે વિદ્યાર્ઠી દીઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થયાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ મામલામાં ગોધરા પોલીસ સમગ્ર કૌભાંડની તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વૃદ્ધ સાસુ સાથે રહેવા ના પડતા, હાઈકોર્ટે છૂટાછેડાનો આપ્યો આદેશ

આ પણ વાંચો:સાત દિવસ પત્ની અને સાત દિવસ પ્રેમિકા સાથે ગુજારવાનો વાયદો

આ પણ વાંચો:કોરોના દરેક સામે કારગર All-in-One રસી આવશે….