રાજ્યમાં વધતા કોરોનાના કેસ મામલે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા પ્રેસ કોન્ફરન્સનાં માધ્યમથી સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા. ખાસ કરીને SCએ કરેલા અવલોકન મામલે સરકાર પર કરતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા કહેવામાં આવ્યું કે, સરકારી હોસ્પિ.માં દર્દીઓને બેડ નથી મળી રહ્યા. પ્રજાને ભગવાન ભરોશે છોડી દેવામાં આવી છે. સરકાર મહામારી અંગે શ્વેતપત્ર બહાર પાડે તેવી માંગ પણ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ દ્વારા કરવામા આવી હતી.
અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, સરકાર આંકડાની માયાજાળ રચી રહી છે. તેમણે કહ્યુ સરકારે કોરોના મહામારીની તમામ વિગતો શ્વેત પત્રમાં બહાર પાડવી જોઇએ. સરકાર દ્વારા આ મામલે સર્વપક્ષીય બેઠક પણ બોલાવવી જોઇએ. અમદાવાદના દર્દીને બહાર દાખલ કરવા પડી રહ્યા છે. SCએ ચિંતા કરી કે આવનાર સમયમાં કોરોના બેકાબુ થશે ? શુ થોડા શહેરોમાં કરફ્યુ નાખવાથી કોરોના સામે લડી શકશે ?
સરકારની અણ આવડતના કારણે લોકોને ભોગવવું પડ્યું છે. લોકો માટે સારવાર ક્યાં લેવી તે મોટો પ્રશ્ન છે. લાખોની ફી વસુલવામાં આવે છે. સરકાર પોતાની જવાબદારીમાંથી છટકી રહી છે. અમદાવાદમાં તમામ તૈયારીઓની વાત થાય છે, પરંતુ સંક્રમણ કઈ તહેવારના કારણે જ વધ્યું એવું નથી. 2 માસથી આંકડાઓ પણ એવા બતાવ્યા જાણે કોરોના છે જ નથી. તહેવારોને લઈને યોગ્ય આયોજન નથી થયું. SCએ જવાબ મંગવો પડ્યો તેવી સ્થતિનું નિર્માણ થયું છે.
સરકારના સવારના અને સાંજના નિર્ણયો અલગ અલગ હોય છે. અને આને કારણે મહામારીનો ભોગ ગુજરાતની જનતા બનતી ગઈ છે. ભાજપના નેતાઓએ રસ્તાઓ પર સરઘસ કાઢ્યા, સભાઓ કરી. કોરોનાની તૈયારીઓ કરવાની હતી, ત્યારે સરકાર નમસ્તે ટ્રમ્પમાં વ્યસ્ત રહી. મહામારી સામે લડવાના સમયે સંકલન અને ઇચ્છા શક્તિનો અભાવ જોવામાં આવી રહ્યો છે.
અમિત ચાવડા કહ્યું કે, કોરોના મહામારી ચિંતાનો વિષય છે. રાજ્યની સ્થિતિ ગંભીર છે, તેની ચિંતા SCએ પણ કરી છે. જાન્યુઆરી 2020માં જ રાજ્ય અને કેન્દ્ર સરકારને જાણ કરાઈ હતી. આજે પણ સરકાર નક્કર કામગીરી કરી શકી નથી. રાજ્યમાં વધતા કોરોનાના કેસ મામલે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા કેન્દ્ર સહિત ગુજરાત સરકાર પર આકરા પ્રહારોનો મારો કરવામાં આવ્યો.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
