Not Set/ કાંકરેજ  : ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા ચેકિંગના નામે ખેડૂતને યેનકેન પ્રકારે ભીંસમાં લેવાના પ્રયાસ

છેલ્લા કેટલાક દિવસથી બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં UGVCL દ્વારા ગરમી વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અલગ અલગ પંદર જેટલી ગાડીયો દ્વારા વિજ અધિકારીઓ દ્વારા જુદી જુદી જગ્યાઓ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એક બાજુ કાંકરેજ તાલુકો આમેય નહિવત ચોમાસાનો માર વેઠી રહ્યું છે. તેમાય આ વીજ અધિકારીઓએ આવીને પાણીના મોટર અને બોર ચાલુ […]

Top Stories Gujarat Others

છેલ્લા કેટલાક દિવસથી બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં UGVCL દ્વારા ગરમી વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અલગ અલગ પંદર જેટલી ગાડીયો દ્વારા વિજ અધિકારીઓ દ્વારા જુદી જુદી જગ્યાઓ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

એક બાજુ કાંકરેજ તાલુકો આમેય નહિવત ચોમાસાનો માર વેઠી રહ્યું છે. તેમાય આ વીજ અધિકારીઓએ આવીને પાણીના મોટર અને બોર ચાલુ કરાવે છે.  જેના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે.

GEB ના અધિકારીઓ ખેડૂતોના બોરવેલ ઉપર જઈ બોર ચાલુ કરાવે એટલે ચોમાસુ સીઝન ને લઈ મોટર લોડ વધુ બતાવે તે રીતે ખેડૂત ને યેનકેન પ્રકારે ભીંસમાં લેવામાં આવતો હોવાનું ખેડૂત દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે. શું આ સરકાર … ખરે ખર ખેડૂતોના હિત માટે ની વાતો કરતી સરકાર છે..? મદદ કરશે ખરા કે પછી વાડ જ ચીભડા ગળશે ..? તેવા પ્રશ્નો  ખેડૂત દ્વારા ઉઠી રહ્યા છે.

આવોજ કિસ્સો કાંકરેજ તાલુકાના નાણોટા ગામના ગરીબ માંડ 5 વિધા જમીન ધરાવતા વીરભણભાઇ નાથાભાઈ ધનકવાડિયા ને 55 હોસ પાવરનું કનેકશન છે અને હાલ 84.01બતાવતા 29 હોસ પાવર વધુ હોવાનું કહેતા ગરીબ ખેડૂતને માથે આભ તૂટી ગયું હોય તેવી પરિસ્થિતિ થઇ હોવાનું જણાવી રહયા હતા.ત્યારે શિહોરી વિસ્તારમા આવતા  ખેઙુતો શિહોરી ઉત્તર ગુજરાત વિજ કંપનીની ઓફિસે ભેગા થઈ ને પોતાનો બળાપો ઠાલવ્યો હતો. અને હજુ જો ચેકીગ બંધ નહી કરવામા આવેતો ઉગ્ર આંદોલન કરવાની ચુમકી ખેઙુતો દ્રરા ઉચ્ચારવામા આવી છે. ત્યારે જોવુ રહ્યુ છે. વિજ કંપનીના અધીકારીઓ દ્વારા આજ રીતે ચેકીંગ ચાલુ રહે છે. કે પછી બંધ કરવામા આવ છે અને ખેઙુતોને રાહત મળ છે. તે તો આવનારો સમયજ બતાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.