Gandhinagar News/ CM ભૂપેન્દ્ર પટેલે ઓનલાઈન ફોર્મ ભરીને વસતી ગણતરીનો કરાવ્યો પ્રારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (ઓનલાઈન માધ્યમથી પોતાની સ્વ-ગણતરી પૂર્ણ કરીને વસ્તી ગણતરી 2027નો પ્રારંભ કરાવ્યો છે. 31 મે સુધી નાગરિકો આ સત્તાવાર પોર્ટલ પર વિગતો સબમિટ કરી શકશે.

Top Stories Gandhinagar Gujarat
CM Bhupendra Patelએ પણ જાતે કર્યું વસતી ગણતરીનું ફોર્મ સબમિટ!

CM Bhupendra Patel Census 2026 2027: ગુજરાતમાં વસતી ગણતરી-2027 (Census 2027) ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના પરિવારની વિગતો વસતી ગણતરીના પ્લેટફોર્મ પર ઓનલાઈન સબમિટ કરીને રાજ્યવ્યાપી ‘સ્વ-ગણતરી’ (Self-Enumeration) નો ઔપચારિક પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે વસતી ગણતરી નિયામક સુજલ મયાત્રાએ મુખ્યમંત્રીને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને જનગણનાની કામગીરીની વિસ્તૃત માહિતી આપી હતી.

ઓનલાઈન વિગતો ભરવા CM Bhupendra Patelનો અનુરોધ

મુખ્યમંત્રીએ રાજ્યના તમામ નાગરિકોને અપીલ કરી છે કે, 17 મેથી 31 મે, 2026 સુધીના નિર્ધારિત 15 દિવસના સમયગાળામાં પોતાની વિગતો જાતે ઓનલાઈન ભરીને આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કવાયતમાં સક્રિયપણે ભાગ લે. આ ડિજિટલ પહેલ નાગરિકોને ગમે ત્યાંથી સરળ અને સુરક્ષિત રીતે માહિતી આપવાની અનુકૂળતા પૂરી પાડે છે.

પ્રથમ વખત સંપૂર્ણ ડિજિટલ અને મોબાઇલ આધારિત પ્રોસેસ

વસતી ગણતરીના ઇતિહાસમાં દેશમાં પ્રથમ વખત ‘સ્વ-ગણતરી’ પદ્ધતિ રજૂ કરવામાં આવી છે. આ વખતે જનગણના સંપૂર્ણપણે ડિજિટલ મોડથી વેબ પોર્ટલ અને મોબાઇલ એપ આધારિત રહેશે.

કઈ વેબસાઈટ પર ફોર્મ ભરવાનું રહેશે?

નાગરિકો ભારત સરકારના સત્તાવાર ઓનલાઈન પોર્ટલ પર જઈને જરૂરી માર્ગદર્શન સાથે પોતાની વિગતો સબમિટ કરી શકે છે:

સત્તાવાર વેબસાઈટ: https://se.census.gov.in/

સમયગાળો: 17 મે થી 31 મે, 2026 સુધી

1 જૂનથી વસતી ગણતરીના કર્મચારીઓ આવશે ઘરે

નાગરિકોની ઓનલાઈન સેલ્ફ-એન્યુમેરેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, 1 જૂનથી 30 જૂન, 2026 દરમિયાન રાજ્યમાં હાઉસ લિસ્ટીંગ ઓપરેશન્સ (HLO) હાથ ધરવામાં આવશે. આ માટે ગુજરાતમાં 1 લાખથી વધુ વસતી ગણતરી કાર્યકર્તાઓ (ગણતરીદારો અને સુપરવાઈઝર) ઘરે-ઘરે જઈને બાકી રહેલી વિગતો અને ઘરોની ગણતરી પૂર્ણ કરશે.


આ પણ વાંચો: ગુજરાતમાં વસતી ગણતરીનું કાર્ય કોરોના ગ્રહણનાં કારણે વિલંબમાં

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના લીધે ગુજરાતમાં વસ્તી ગણતરી પાછી ઠેલાઈ

આ પણ વાંચો: દેશભરમાં વસ્તી ગણતરીની પ્રક્રિયાનો આજથી પ્રારંભ