Not Set/ “હવે તો સ્ટાઇલ બદલો” RBI મામલે રાહુલનાં ટ્વીટ પર સિતારમનનાં તીખાં પ્રહારો

RBI દ્વારા 1.76 લાખ કરોડ સરકારને આપવાની જાહારાત પર રાહુલ ગાંધી દ્વારા ટ્વીટ કરી સરકારની સાથે સાથે RBI પર પણ આંગળી ચીંધવામાં આવી હતી. રાહુલનાં ટ્વીટ પર નાંણામંત્રી નિર્મલા સીતારામન દ્રારા રાહુલ ગાંઘીને ટોણો મારતા કહેવામાં આવ્યું હતું કે,  રાહુલ ગાંધી ‘ચોર, ચોર…ચોરી, ચોરી…’ કરે છે. ત્યારે મારા મનમાં એ બાબત આવે છે કે જ્યારે […]

Top Stories India
RBI દ્વારા 1.76 લાખ કરોડ સરકારને આપવાની જાહારાત પર રાહુલ ગાંધી દ્વારા ટ્વીટ કરી સરકારની સાથે સાથે RBI પર પણ આંગળી ચીંધવામાં આવી હતી. રાહુલનાં ટ્વીટ પર નાંણામંત્રી નિર્મલા સીતારામન દ્રારા રાહુલ ગાંઘીને ટોણો મારતા કહેવામાં આવ્યું હતું કે,  રાહુલ ગાંધી ‘ચોર, ચોર…ચોરી, ચોરી…’ કરે છે. ત્યારે મારા મનમાં એ બાબત આવે છે કે જ્યારે પણ  રાહુલે પોતની પુરી તાકાતથી ચોર, ચોર, ચોરી, ચોરી કરવાનાં પ્રયાસો કર્યા છે, ત્યારે ત્યારે જનતા દ્વારા તેમને યોગ્ય જવાબ આપવામાં આવ્યો છે. ફરી ફરીને તે જ શબ્દોનો ઉપયોગ કરવાનો શું અર્થ છે ? (મતલબ કે હવે તો સ્ટાઇલ બદલો)
સિતારમન દ્વારા વધુમાં સ્પષ્ટતા કરતા જણાવાયું હતું કે 1.76 લાખ કરોડ સ્થાનાંતરિત કરી શકાય તેવી, તે આ સમિતિ (બિમલ જલાન સમિતિ) દ્વારા ભલામણ કરવામાં આવી હતી. સમિતિની નિમણૂક RBI દ્વારા કરવામાં આવી હતી. સમિતિનાં નિષ્ણાતો દ્વારા એક કેલ્ક્યુલેશન આપવામાં આવ્યા પરથી આ રકમ આવી હતી.  હવે આરબીઆઈની વિશ્વસનીયતા વિશે કોઈ સૂચનો હોય તો ????,  મારા માટે થોડું  વિચીત્ર છે.
આપને જણાવી દઇએ કે RBI દ્વારા સરકારને રિર્ઝવ ફંડમાંથી 1.76 લાખ કરોડ આપવાની જાહેરાત કરવામા આવતા રાહુલ ગાંઘી દ્વારા RBI પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. બિમલ જલાન સમિતિ દ્વારા આમ કરવા RBIને સૂચન કરવામાં આવ્યું હતું જે RBI દ્વારા માન્ય રાખવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.