
પહેલા સર ક્રિક વિસ્તારમાં SSG પણ કમાન્ડો ગોઠવ્યા

આપને જણાવી દઇએ કે પાકિસ્તાને ગુજરાતનાં સર ક્રિક વિસ્તારની સામે પર પણ SSG કમાન્ડો પણ તૈનાત કર્યા છે. ઇકબાલ-બાજવા ચોકી પર પાકિસ્તાને તેના આ કમાન્ડો તૈનાત કર્યા હોવાનું સામે આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ એવી આશંકા છે કે પાકિસ્તાન તેના કમાન્ડોનો ઉપયોગ, ત્યાં સ્થિત ભારતીય સુરક્ષા દળો સામે ઓપરેશન કરવા માટે કરી શકે છે.
SSG કમાન્ડો ભારતીય સૈન્ય વિરુદ્ધ પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમને મદદ કરશે. પાકિસ્તાન લાંબા સમયથી જમ્મુ-કાશ્મીર અને LoC વિસ્તારોમાં ભારતીય સૈન્ય વિરુદ્ધ કાર્યવાહી કરી, વારંવાર યુદ્વ વિરામનો ભંગ કરી રહ્યું છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે સર ક્રીક વિવાદ ઘણા સમયથી ચાલ્યો આવે છે. સર ક્રીક વિવાદ 1960નાં દાયકાથી શરૂ થયો હતો. સર ક્રીક વિવાદ ખરેખર કિલોમીટરોમાં પથરાયેલી દળદાર જમીન વિવાદ છે, જે ભારતનાં ગુજરાત રાજ્ય અને પાકિસ્તાનનાં સિંધ રાજ્ય વચ્ચે આવેલો છે. આમ તો સર ક્રીક પાણીનાં ધોવાણના કારણે રચાય છે, અને અહીં ભરતીનાં ભરાવાનાં કારણે કેટલાંક ભાગમાં કેટલું પાણી રહેશે અને કેટલામાં નહી રહે તે નક્કી થઇ શકતું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
