Amreli News/ અમરેલી લેટરકાંડ: પાયલ ગોટી મામલે પ્રતાપ દુધાતે CMને લખ્યો પત્ર

પ્રતાપ દુધાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં આપેલા નિવેદન સામે સવાલ ઉઠાવતા કહ્યું કે, ગૃહમંત્રી નિવેદન આપે છે કે

Gujarat Top Stories

Gujarat News: કોંગ્રેસ (Congress)ના નેતા પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે (Former MLA Pratap Dudhat) મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ને પત્ર લખ્યો છે. જેમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi)એ આપેલા નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, દીકરીને ન્યાય (Justice) અપાવવાની જગ્યાએ મનોબળ તોડ્યું છે. ગૃહમંત્રીએ સમગ્ર ઘટનાને એક ષડયંત્ર ગણાવ્યું છે. પાયલ ગોટી (Payal Goti)ને નિષ્પક્ષ તપાસ કરીને ન્યાય અપાવાય તેવી માગ કરી છે. અમરેલી લેટરકાંડ મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે આ મામલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે, બધા લોકોના નાર્કો ટેસ્ટ (Narco Test) થવા જોઈએ.

તેમણે આક્ષેપ કર્યા કે, ગૃહમંત્રીના રાજમાં ગુજરાતમાં બળાત્કાર (Rape)ના બનાવો બને છે, બહેન દીકરીઓ સલામત નથી. જે લોકો પર આક્ષેપ થયા છે એના તમામના નાર્કોટેસ્ટ થવા જોઈએ. અમે જુઠ્ઠા હોઈએ તો અમારો પણ નાર્કોટેસ્ટ થવો જોઈએ. મોટી માછલીઓને છાવરવામાં નહી આવે. પાયલ ગોટીને નિષ્પક્ષ રીતે ન્યાય અપાવવા વિનંતી છે.

આ સાથે પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં ગૃહમંત્રીએ આપેલા નિવેદનને આડેહાથ લેતા કહ્યું કે, ‘ચોરનો ભાઈ માસિયાઈ ચોર’ જેવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમણે સીધો આરોપ મૂક્યો કે, ગૃહમંત્રી લાજવાંની જગ્યાએ ગાજવાનું કામ કરે છે. તમે છાકટા બનેલા તમારા ધારાસભ્યને બચાવો છો. શરમ કરો.

પ્રતાપ દુધાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા (Assembly)માં આપેલા નિવેદન સામે સવાલ ઉઠાવતા કહ્યું કે, ગૃહમંત્રી નિવેદન આપે છે કે કોઈ દોષિતને છૂટછાટ આપવામાં નહીં આવે, તો શા માટે કોઈની સામે યોગ્ય કાર્યવાહી થઈ નથી? તેમણે દલીલ કરી કે આ પ્રકરણમાં ફક્ત નાના કર્મચારીઓને સસ્પેન્ડ (Suspend) કરવામાં આવ્યા છે, પણ મુખ્ય દોષિતો સામે કોઈ કાર્યવાહી નથી.

પ્રતાપ દુધાતે સરકારની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, FSLનો રિપોર્ટ જાહેર કેમ કરવામાં આવ્યો નથી? સરકાર આ કાર્યવાહી અંગે વ્હાઈટ પેપર જાહેર કરે. વધુમાં તેમણે સ્પષ્ટ કરી કહ્યું કે, જો ગૃહમંત્રીનું નિવેદન કૌશિક વેકરિયાને ફસાવવાનું ષડ્યંત્ર હોય, તો ગુજરાત અને અમરેલીની જનતા સવાલ કરે છે કે, ષડ્યંત્ર કોણે રચ્યું? ક્યાં રચાયું? ષડ્યંત્ર રચનાર કોણ છે? તેમણે આ મામલામાં સંડોવાયેલા તમામ લોકોના નાર્કોટેસ્ટ કરવાની માંગણી કરી છે.

દુધાતે સરકાર અને પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ગુજરાત પોલીસ (Gujarat Police)ના DGP મારફત ગુજરાતના લોકોને સૂકું ઘાસ અને લીંબુ બતાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે, ગૃહમંત્રી (Home Minister)ના શાસનમાં ગુજરાતમાં બળાત્કારની ઘટનાઓ વધી રહી છે, બહેનો અને દીકરીઓ સુરક્ષિત નથી.

પ્રતાપ દુધાતે પત્રના અંતમાં નિષ્પક્ષ તપાસની માંગણી કરતા કહ્યું કે, જે લોકો પર આક્ષેપ છે, તેમના તમામના નાર્કો ટેસ્ટ થવા જોઈએ. જો અમે ખોટા હોઈએ તો અમારો પણ નાર્કો ટેસ્ટ થવું જોઈએ. તેમણે સરકારને ચેતવણી આપતાં કહ્યું કે, મોટી માછલીઓને છાવરવામાં ન આવે અને પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે નિષ્પક્ષ કાર્યવાહી થવી જોઈએ. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નવા ઊભરતાં નેતા કૌશિક વેકરિયાનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું કે કૌશિક વેકરિયા સાથે ષડયંત્ર રચવામાં આવ્યું હતુ, તેમને અમરેલીની પ્રજાનો અવાજ બનતા અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાયલ ગોટી મેડિકલ ચેકઅપ નહીં કરાવે, પાટીદાર નેતાઓએ SP સહિતના પોલીસ અધિકારીઓની DGP ને ફરિયાદ કરશે

આ પણ વાંચો:મનીષ વઘાસિયાએ પત્ર સાચો હોવાનો દાવો કર્યો ,કહ્યું’પાયલનો કોઈ રોલ નથી…’

આ પણ વાંચો:જાહેરમાં સરઘસ કાઢવા મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ NHRC ને લખ્યો પત્ર