ગુજરાત/ ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ જાણો કઈ તારીખથી ભરાશે..

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચમાં લેવાનારી ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષાને લઇને દિવાળી વેકેશનમાં કાર્યવાહી શરૂ કરી હતી.

Gujarat

રાજયમાં કોરોનાની બીજી લહેર ભયાનક જોવા મળી હતી . જેમાં લાખો લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા  હતા. તેમજ  સરકાર દ્વારા  રાજયમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું. તેમજ અનેક શાળાઓ પણ બંધ  હતી. તેમજ  બોર્ડની પરીક્ષાઓમાં  પણ માસ પ્રમોશન આપવામાં  આવ્યું હતું. ત્યારે હવે કોરોના ની સીથ્તી હલાવી થતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2022માં લેવાનારી ધો.10ની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી હોવાની સામે આવ્યું છે. બોર્ડ દ્વારા દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ બીજા જ દિવસે એટલે કે 22 નવેમ્બરથી ધો.10ની પરીક્ષા માટેના ઓનલાઇન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચમાં લેવાનારી ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષાને લઇને દિવાળી વેકેશનમાં કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં 9 નવેમ્બરથી સ્કૂલ રજીસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવ્યા બાદ 10 નવેમ્બરથી શિક્ષકોના રજીસ્ટ્રેશન કાર્યવાહી હાથ પર લીધી હતી. આ કાર્યવાહી શરૂ કરાયાં બાદ પરીક્ષા માટેના વિદ્યાર્થીઓના ફોર્મ દિવાળી વેકેશન બાદ ભરાવવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવશે.

શિક્ષણ બોર્ડ દ્વારા હવે ધો.10ના ફોર્મ ભરાવવાની કાર્યવાહી અંગે સત્તાવાર રીતે જાહેરાત કરાઇ છે. જે મુજબ ધો.10ની પરીક્ષા માટે ફોર્મ 22 નવેમ્બરથી ભરવામાં આવશે. રાજ્યમાં 21 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે અને 22 નવેમ્બરથી બીજા શૈક્ષણિક સત્રનું પ્રારંભ થવાનો છે ત્યારે બીજા સત્રના પ્રારંભ સાથે જ ધો.10ની પરીક્ષા માટેના ઓનલાઇન ફોર્મ ભરાવવાની કામગીરી શરૂ કરાશે

આ પણ વાંચો ;Elon Musk / એલોન મસ્ક વિશ્વભરની ભૂખને શાંત કરશે, કુલ સંપત્તિના 2 ટકા દાન કરશે