Not Set/ નવસારી/ રાતો રાત કરોડપતિ બની જવાના સપના બતાવી, જમીનો પચાવી પાડવાના કિસ્સામાં ત્રણ મહિલાની ધરપકડ

ખેરગામ ગામની કરોડો રૂપિયાની જમીનના ખોટા દસ્તાવેજો ગામના ૧૭ લોકો સાથે આચરેલી છેતરપીંડી જમીન માલિક બની સહિ કરનાર ત્રણ મહિલાઓની ધરપકડ નવસારી જિલ્લામાં રાતો રાત કરોડપતિ બની જવાના સપના સાથે ખોટા દસ્તાવેજોને આધારે જમીનો પચાવી પાડવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે દોઢ વર્ષ અગાઉ ગત ૧૮ જુલાઈ, ૨૦૧૮ નવસારીનાં ખેરગામ ગામે ૧૭ આરોપીઓએ ખોટા દસ્તાવેજો […]

Gujarat Others

ખેરગામ ગામની કરોડો રૂપિયાની જમીનના ખોટા દસ્તાવેજો

ગામના ૧૭ લોકો સાથે આચરેલી છેતરપીંડી

જમીન માલિક બની સહિ કરનાર ત્રણ મહિલાઓની ધરપકડ

નવસારી જિલ્લામાં રાતો રાત કરોડપતિ બની જવાના સપના સાથે ખોટા દસ્તાવેજોને આધારે જમીનો પચાવી પાડવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે દોઢ વર્ષ અગાઉ ગત ૧૮ જુલાઈ, ૨૦૧૮ નવસારીનાં ખેરગામ ગામે ૧૭ આરોપીઓએ ખોટા દસ્તાવેજો બનાવી ૧.૧૫ કરોડ રૂપિયાની જમીન વેચી મારી હતી. ફરિયાદીને સમગ્ર બાબતે છેતરાયાનો અનુભવ થતા ચીખલી પોલીસ મથકે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી.

જેમાં આગળ ચીખલી પોલીસે ૧૦ આરોપીઓને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા. જયારે પોતે જમીન માલિક બનીને જમીન પોતાની હોવાની વાત સાથે જ દસ્તાવેજોમાં સહી કરનાર ત્રણ સગી બહેનો લીલાબેન પટેલ, વાસંતીબેન પટેલ, કીર્તિબેન પટેલને નવસારી એસઓજી પોલીસે બાતમીને આધારે ઝડપી પાડી આગળની તપાસ અર્થે ચીખલી પોલીસને સોંપતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.