Future Flying કારનાં સપના આપણે વર્ષોથી જોઇ રહ્યા છીએ. આ વિશે આપણે ઘણી કાલ્પનિક હોલિવૂડ ફિલ્મો જોઇ છે. આજે વિશ્વનાં લગભગ તમામ દેશોમાં ટ્રાફિકની સમસ્યાએ માથાનો દુખાવો વધારી દીધો છે. પરંતુ હવે આ કાલ્પનિક વાસ્તવિકતા હકીકતમાં ફેરવવા માટે તૈયાર છે. ઘણી કંપનીઓ તેમની ફ્લાઈંગ કારને ડેવલપ કરવા અથવા તેને અંતિમ રૂપ આપવા માટે કામ કરી રહી છે.

આ પણ વાંચો – Auto / મારૂતિ સુઝુકીની New Generation કાર Celerio વિશે જાણો સંપૂર્ણ Review
આપણે આજ સુધી ઉડતી કાર માત્ર ફિલ્મોમાં જ જોઈ છે, પણ જરા વિચારો કે શું તમે તેને વાસ્તવિકતામાં જોઈ શકો છો? જવાબ છે હા, દુનિયાભરની કંપનીઓ ઉડતા વાહનો બનાવવાનું કામ કરી રહી છે. અથવા એવુ કહી શકાય કે તે હવે અંતિમ સ્પર્શ આપવા માત્ર દુર છે. તેમાંથી એક ફ્લોરિડા સ્થિત LuftCar છે. એવું માનવામાં આવે છે કે તેને 2023 સુધીમાં લોન્ચ કરવામાં આવશે. LuftCarનાં ઓટોમેટિક વાહનને ફ્લાઈંગ મોડ્યુલ સાથે જોડી શકાય છે. ઉડતી કાર છ પ્રોપેલર સહિત બહુવિધ ભાગોની મદદથી લગભગ 220 mph (350 kph)ની ટોચની ઝડપ હાંસલ કરવામાં સક્ષમ હશે. આ કાર લગભગ 4,000 ફૂટની ઉંચાઈ સુધી પહોંચવાનું કહી રહી છે અને એક જ ચાર્જ પર લગભગ 150 માઈલ (240 કિમી)ની મુસાફરી કરી શકે છે. આ કાર વાદળો સાથે આકાશમાં તો ઉડી જ શકશે સાથે તે જમીન પર રસ્તાઓ પર સરળતાથી ચાલી શકે તેવી પણ હશે. આ કાર હાઈડ્રોજન ઈંધણ પર ચાલશે. આપને જણાવી દઈએ કે, આ પાંચ સીટર ફ્લાઈંગ કારની કિંમત લગભગ $350,000 એટલે કે લગભગ 2 કરોડ 60 લાખ રૂપિયા હશે.
LuftCar’s CEO and Founder Santh Sathya presenting LuftCar’s zero emission road and air module to investors from Dubai. The Dubai Airshow proves to be a great opportunity for #LuftCar!#DubaiAirshow #DAS21 #LuftCar #zeroemission #hydrogenfuelcell pic.twitter.com/vggYKalF7d
— LuftCar (@LuftCar_US) November 15, 2021
આ પણ વાંચો – Tips / હવે તમારી પરવાનગી વિના અન્ય કોઈ વ્યક્તિ WhatsApp એકાઉન્ટ ખોલી શકશે નહીં, જાણો શું છે ટ્રિક
આ કારનાં લોન્ચ થયા બાદ શહેરોમાં ટ્રાફિક ઘટાડવામાં મદદ મળશે. LuftCar નાં સ્થાપક સંત સત્યાએ ખલીજ ટાઈમ્સ દ્વારા ટાંકીને કહ્યુ કે, “લોકો આના દ્વારા સંયુક્ત રીતે એક નાની કાર અને પ્લેન ખરીદશે, તેની મદદથી તેઓ દૂર-દૂરનાં સ્થળોથી શહેરો સુધી સરળતાથી મુસાફરી કરી શકશે. તેનો ઉપયોગ વ્યવસાય માટે પણ થઈ શકે છે, ખરીદ્યા વિના તેનો ઉપયોગ ફક્ત ભાડા પર થઈ શકે છે. આપને જણાવી દઈએ કે, સત્યાએ LuftCar શરૂ કરતા પહેલા સિમેન્સ, જોન્સન કંટ્રોલ્સ અને બોઈંગ જેવી વિવિધ કંપનીઓમાં કામ કર્યું હતું. આ કંપની હાલમાં દુબઈ એરશો 2021માં ભાગ લઈ રહી છે. જો કે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે LuftCar ભારતનાં ગીચ શહેરોમાં પહોંચશે કે કેમ? જણાવી દઈએ કે, કંપની હાલમાં દુબઈ એરશો 2021માં ભાગ લઈ રહી છે.
