Dahod News/ ઘાસની આડમાં વિદેશી દારૂનો 7 લાખથી વધુની કિંમતનો જથ્થો ઝડપાયો

દાહોદના સાગટાલા ગામમાં ઘાસની આડમાં સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂનો 7 લાખથી વધુનો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે.

Top Stories Gujarat Others Breaking News

Dahod News : દાહોદના દેવગઢ બારીયા તાલુકાના સાગટાલા પોલીસે મોટી કાર્યવાહી કરતાં ટ્રેક્ટરમાં ઘાસની આડમાં સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં રૂ. 7 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો હતો.પોલીસે ટ્રેક્ટર ચાલકને ઝડપી પાડ્યો છે જ્યારે 2 બુટલેગરો ફરાર થઈ ગયા છે. પોલીસે ઝડપાયેલા ટ્રેક્ટર સહિત કુલ રૂ. 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસે જણાવ્યું હતું કે, સાગટાલા વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન એક ટ્રેક્ટરમાં ઘાસ ભરેલું જોઈને પોલીસે તેને રોકીને તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની 5584 પેટીઓ સાથે રૂ. 7 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.

પોલીસે ટ્રેક્ટર ચાલકની ધરપકડ કરીને તેની પાસેથી વધુ પૂછપરછ શરૂ કરી છે. આ મામલે પોલીસે 2 અન્ય બુટલેગરો સામે ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે. આ કાર્યવાહીથી દાહોદ જિલ્લામાં દારૂબંધીના કાયદાનો ભંગ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

@ NAEEM MUNDA


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટના જસદણમાંથી એક કરોડનો વિદેશી દારૂ જપ્ત, નર્મદામાં 30 લાખના દારૂનો નાશ

આ પણ વાંચો: ધ્રોલના સોયલ ટોલનાકા પાસેથી કારના ચોરખાનામાંથી વિદેશી દારૂ ઝડપાયો

આ પણ વાંચો: વડોદરામાં વિદ્યાર્થીની સ્કૂલ બેગમાં વિદેશી દારૂની બોટલ લઈને આવતા હોબાળો