પાડોશી દેશ પાકિસ્તાનનો એક યુવક મંગળવારે અજાણતા આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી કચ્છની સરહદ પર લાગેલી તારબંધી સુધી પહોંચી આવ્યો હતો. કચ્છની ભારત-પાક સરહદ પર પેટ્રોલિંગમાં રહેલી BSFની 56 બટાલિયનની ટીમને આ યુવક મળી આવ્યો હતો.
આ પણ વાંચો:અમદાવાદમાં કોરોના કહેર / અમદાવાદમાં આવતીકાલથી AMTS અને BRTS બસો 50% ની કેપેસિટી સાથે ચાલશે
જેની પાક. રેન્જર્સ દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ યુવક ભૂલથી સરહદ સુધી પહોંચી આવ્યાનું સામે આવ્યું હતું. જેના પછી પાક. રેન્જર્સ સાથે ફ્લેગ બેઠક યોજી સદ્દભાવના સાથે માનવીય અભિગમ અપનાવી યુવકને પરત સોંપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:જમ્મુ અને કાશ્મીર / શ્રીનગરમાં ભારે હિમવર્ષાને કારણે ઘણી ફ્લાઈટ્સ રદ્દ કરાઇ
પાકિસ્તાનના સિંધ પ્રાંતનો અને નગરપારકર તાલુકાના મેડો ગામનો 25 વર્ષીય અહશન બુરા માસ્ટર નામનો યુવક ગઈકાલે મંગળવારે કચ્છની સરહદ પર ફરજ પર BSFની 56 બટાલિયન ટીમને મળી આવ્યો હતો. જો કે આ ભટકી ગયેલા યુવકની પાકિસ્તાન રેન્જર્સ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી અને BSFનો સંપર્ક કરવામાં આવ્યો હતો. યુવકના પ્રત્યારોપ માટે BSF દ્વારા બી.પી. નંબર 10229/3 એસ. પાસે પાકિસ્તાન રેંજર્સ સાથે ફ્લેગ બેઠક યોજી માનવતાવાદી અભિગમ સાથે યુવકને તેમના હવાલે કરવામાં આવ્યો હતો.
