Gandhinagar News : ગાંધીનગર જિલ્લાના રાયસણ વિસ્તારમાં આવેલા એક બિઝનેસ પાર્કના બેઝમેન્ટમાંથી યુવક અને યુવતી (Couple)મળી આવ્યાનો મામલો સામે આવ્યો છે. ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે ચકચાર મચી હતી.
કારમાં યુવક અને યુવતી (Couple)મળી આવ્યા હતા
મળતી માહિતી મુજબ, બેઝમેન્ટમાં પાર્ક કરેલી એક કારમાં યુવક અને યુવતી (Couple)મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તેમજ બજરંગદળ (Bajrang Dal)ના કાર્યકરો સ્થળ પર પહોંચ્યા હતા. બજરંગદળના એક હોદ્દેદારે સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને બંનેને પોલીસ સ્ટેશન લઈ જઈ જરૂરી પૂછપરછ શરૂ કરી છે. હાલ પોલીસ સમગ્ર ઘટનાની હકીકત અને સંજોગોની તપાસ કરી રહી છે.
પોલીસના પ્રાથમિક તબક્કાના તપાસ બાદ જ સમગ્ર ઘટનાની વાસ્તવિકતા સામે આવશે. હાલ સુધી પોલીસ દ્વારા કોઈ ગુનો નોંધાયો છે કે નહીં અથવા કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિના પુરાવા મળ્યા છે કે નહીં, તે અંગે સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
પોલીસનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ આગળની કાયદેસરની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.
