Anand News/ આણંદ: વિદેશનો મોહ યુવક યુવતીને મોંઘો પડ્યો

આ ઘટના ફરી એકવાર ગેરકાયદેસર એજન્ટો અને Foreign જવાના ખોટા વચનો સામે ચેતવણીરૂપ સાબિત થઈ છે

Gujarat Top Stories Others
Foreign

Anand News : વિદેશ (Foreign) જવાની લાલચે આણંદના યુવક અને યુવતીને ગંભીર મુશ્કેલીમાં મૂક્યા હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એજન્ટોએ અમેરિકા મોકલવાની લાલચ આપી બંનેને અજરબૈજાન લઈ જઈ ત્યાં બંધક બનાવ્યાનો આક્ષેપ થયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, એજન્ટોએ યુવકને માર મારતા વીડિયો પરિવારને મોકલી ખંડણી માંગણી કરી હતી. અપહરણકારોએ યુવક-યુવતીને છોડાવવાના બદલામાં કુલ રૂ. 65 લાખ ખંડણી વસૂલ્યાની ફરિયાદ નોંધાઈ છે. એટલું જ નહીં, પૈસા નહીં આપે તો કિડની કાઢી વેચી નાખવાની અને હત્યા કરવાની ધમકી પણ અપાઈ હતી.

ગૃહ મંત્રાલય તથા વિદેશ (Foreign) મંત્રાલયમાં રજુઆત

આ સમગ્ર મામલે પીડિત પરિવાર દ્વારા આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.ઘટનાની ગંભીરતા જોતા સાંસદ મિતેષ પટેલે ગૃહ મંત્રાલય તથા વિદેશ મંત્રાલયમાં રજુઆત કરી છે અને બંને યુવક-યુવતીને વિદેશથી સુરક્ષિત રીતે ભારત પરત લાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.

આ ઘટના ફરી એકવાર ગેરકાયદેસર એજન્ટો અને વિદેશ (Foreign)જવાના ખોટા વચનો સામે ચેતવણીરૂપ સાબિત થઈ છે.


આ પણ વાંચો : શું વેઈટર બનવા વિદેશ જવાનું? દેશ છોડી પરદેશ જવાનો યુવાનોના ક્રેઝમાં ઘટાડો

આ પણ વાંચો : બોગસ માર્કશીટથી વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ

આ પણ વાંચો : અમદાવાદમાં નકલી નોટો બનાવવાની ફેકટરી ઝડપાઈ : દેવું ભરવા ઓસ્ટ્રેલિયન નાગરિકે નકલી ફેક્ટરી ઊભી કરી