Anand News: આણંદ(Anand)ના આઝાદ મેદાન નજીક ખુશ્બુ અને જય જલારામ લાઈવ વેફર્સ (Live Wafers) બંને યુનિટને સ્વચ્છતા (Lack of cleanliness)ના અભાવે સીલ (Seal) કરી દેવામાં આવ્યા છે. આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા નિરીક્ષણ દરમિયાન, એવું જાણવા મળ્યું કે બંને સ્થળોએ વેફર બનાવવા માટે વપરાતા કેળા સડેલા હતા અને ઉંદરોની અવરજવર પણ જોવા મળી હતી. જાહેર આરોગ્ય (Public Health)ને ધ્યાનમાં રાખી કલેક્ટરે તાત્કાલિક યુનિટ બંધ કરવાનો આદેશ આપ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Anand Municipal Corporation)ની આરોગ્ય વિભાગ (Health Department)ની ટીમે આણંદના આઝાદ મેદાન નજીક મણિબેન એસ્ટેટ ખાતે સ્થિત ખુશ્બુ લાઈવ વેફર્સ અને જય જલારામ લાઈવ વેફર્સ (Live Wafers)નું ઓચિંતું નિરીક્ષણ કર્યું અને જાણવા મળ્યું કે સ્વચ્છતાનો અભાવ, ગંદકી, ખુલ્લા વાયર અને ઉંદરોની હિલચાલ સહિત જાહેર આરોગ્ય માટે હાનિકારક ગંભીર ખામીઓ હતી. ચીમનીમાંથી નીકળતો ધુમાડો બીજા લોકોના ઘરોમાં પ્રવેશી રહ્યો હતો અને ખુલ્લા વાયરો પર તેલ અને માટીનું સ્તર જામી ગયું હતું.

ઉપરાંત, ખાદ્ય વિભાગે 19 માર્ચે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને બંને દુકાનો સીલ કરવા માટે પત્ર લખ્યો હતો. બાદમાં દુકાનનું રજીસ્ટ્રેશન રદ કરી દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. પરંતુ તંત્રની વિશેષ કૃપા હોય તેમ થોડાક સમય બાદ ફરીથી દુકાનો ચાલુ થઈ ગઈ હતી. લોકોના સ્વાસ્થ્ય માટે, સરકારે જવાબદાર અધિકારીઓને ખાદ્ય પદાર્થો અને ખોરાક સહિત અન્ય હાનિકારક વસ્તુઓમાં ભેળસેળ સામે તાત્કાલિક પગલાં લેવા પણ વિનંતી કરી હતી. સ્વચ્છતાના અભાવે કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફ સહિત સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આખરે ફરીથી ઉગ્ર રજુઆત કરતા કલેક્ટરે (Collector) બંને યુનિટને સીલ કરવા આદેશ આપ્યા હતા.
અમદાવાદ (Ahmedabad)ના નિકોલ (Nikol)માં પણ સ્વચ્છતાના અભાવે ખાણીપીણી બજાર સીલ કરવામાં આવ્યું હતું. સ્વચ્છતાના અભાવ અને મચ્છરના બ્રીડિંગના પગલે આ બજાર સીલ કરી સોલિડ વેસ્ટ વિભાગ (Solid waster Department) અને હેલ્થ વિભાગે સંયુક્ત કામગીરી બજાવીને આ ઓપરેશન પાર પાડ્યું હતું.

આના પગલે આરોગ્ય વિભાગ પર સતત માછલા ધોવાતા હોવાથી આરોગ્ય વિભાગે પણ સ્વચ્છતા ન જાળવતા ફૂડ એકમો સામે ઝુંબેશ આદરી હતી. આના જ ભાગરૂપે નિકોલમાં આવેલા ખાણીપીણી બજારને સીલ મારી દેવાયું હતું. જો કે ખાણીપીણીના શોખીનોએ ચિંતા કરવાની જરૂર નથી. આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાનું પાલન કરતાં અને દંડ ભરતાં જ આ બજાર ખૂલી જશે.
આ પણ વાંચો:રાજકોટમાં SOG પોલીસના પનીરની ફેક્ટરી પર દરોડા : 800 કિલો પનીરનો જથ્થો કરાયો સીલ
આ પણ વાંચો:અમદાવાદમાં નિકોલમાં આવેલું ખાણીપીણી બજાર સીલ
આ પણ વાંચો:વડોદરા મનપાએ 161 દુકાનો કરી સીલ
