UP News: ફૈઝાબાદથી સમાજવાદી પાર્ટી (samajwadi party)ના સાંસદ અવધેશ પ્રસાદે (awadhesh prasad) આજે પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સમાં જ તેઓ રડવા લાગ્યા. ગઈકાલે અવધેશ પ્રસાદે અયોધ્યામાં દલિત યુવતીની ઘાતકી હત્યા અંગે પીડિત બાળકીના પરિવારને મળ્યા હતા અને તેમને ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યું હતું. આપને જણાવી દઈએ કે અયોધ્યામાં શુક્રવાર સાંજથી ગુમ થયેલી એક યુવતીનો નગ્ન મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ પાસે યુવતીના લોહીથી લથપથ કપડાં પણ મળી આવ્યા હતા. બળાત્કાર બાદ હત્યાની આશંકા છે. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવી તપાસ શરૂ કરી હતી. તેમજ પોલીસે એક યુવકની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરી છે.
સપાના સાંસદ અવધેશ પ્રસાદે આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને દલિત યુવતીની હત્યા પર પ્રેસ કરતી વખતે તેઓ રડી પડ્યા હતા. અવધેશ પ્રસાદે કહ્યું, જો પીડિતાને ન્યાય નહીં મળે તો હું લોકસભામાંથી રાજીનામું આપી દઈશ. પ્રેસ કોન્ફરન્સમાં સાંસદને અચાનક આ રીતે રડતા જોઈને લોકો દંગ રહી ગયા હતા. પ્રેસમાં બેઠેલા પૂર્વ મંત્રી તેજ નારાયણ પાંડે પવન, સપા જિલ્લા અધ્યક્ષ પારસનાથ યાદવે તેમને સાંત્વના આપી અને વારંવાર તેમને શાંત કરવાનો પ્રયાસ કરતા રહ્યા.
શંકાસ્પદ સંજોગોમાં ગુમ થયેલી એક યુવતીનો મૃતદેહ શનિવારે અયોધ્યામાં સુકા નાળામાંથી નગ્ન અવસ્થામાં મળી આવ્યો હતો. તેના હાથ બાંધેલા હતા. તેના કપડા પર લોહીના ડાઘ અને ચહેરા પર ગંભીર ઈજાના નિશાન હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, મૃતદેહ એટલો બદસૂરત બની ગયો હતો કે તે જોઈ શકાતો ન હતો. મૃતદેહને જોતા એવું લાગી રહ્યું હતું કે, તેની પર બળાત્કાર કર્યા બાદ તેની ઘાતકી હત્યા કરી લાશને ગટરમાં ફેંકી દેવામાં આવી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:બેડના દરિયા કિનારેથી અજ્ઞાત યુવતીનો નગ્ન હાલત મળ્યો મૃતદેહ
આ પણ વાંચો:કાર ચાલકે સર્જયો અકસ્માત, મૃતદેહને કારની છત પર 18km સુઈ લઈ નિર્જન સ્થળે છોડીને થયો ફરાર
