NRI news/ શું વેઈટર બનવા વિદેશ જવાનું? દેશ છોડી પરદેશ જવાનો યુવાનોના ક્રેઝમાં ઘટાડો

ભારતના યુવાનો આજે બેરોજગારીને લઈને ચિંતિત છે. છેલ્લા કેટલાક વર્ષોમાં યુવાનોમાં વિદેશ જવાનો ક્રેઝ વધ્યો છે.

India Trending

NRI News: ભારતના યુવાનો આજે બેરોજગારીને લઈને ચિંતિત છે. છેલ્લા કેટલાક વર્ષોમાં યુવાનોમાં વિદેશ જવાનો ક્રેઝ વધ્યો છે. યુવાનો વધુ સારા જીવનની લાલચ અને વધુ કમાણી માટે વિદેશ જતા હોય છે. યુવાનોમાં વિદેશની ઘેલછા એટલી બધી હોય છે કે તેઓ કોઈપણ ભોગે વિદેશમાં સેટલ થવા માંગે છે. યુવાનો ત્યાં અભ્યાસઅર્થે જાય છે અને નોકરીના સપના જોવા લાગે છે.

કેટલાક યુવાનોને સારી નોકરી મળે છે. પરંતુ હાલમાં સ્થિતિ બદલાઈ છે. આજે અમેરિકા હોય કે કેનેડા હોય ત્યાં પણ બેરોજગારી વધી છે.

International Student Advice Service | Visas and Immigration for study in the UK | University of Greenwich

વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે ગયેલા યુવાનો હવે ત્યાં વેઈટર અને સ્ટોર કિપર કે પછી ડિલિવરી બોય જેવી નોકરી કરવા લાગ્યા છે. દેશમાં પાછા આવતા તેઓ શરમ અનુભવે છે પરંતુ ત્યાં સ્ટોરમાં 9 કલાક કામ કરતા હોય છે. આ સ્થિતિ ફક્ત ગુજરાતના યુવાનોની નથી. ભારતના અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ પણ વિદેશ ગયા છે તેઓ આ પણ અભ્યાસ બાદ સારી નોકરીની લાલચમાં વેઈટરની નોકરી કરતાં પણ અચકાતા નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકા અને કેનેડામાં બેરોજગારી દરમાં વધારો થયો છે. હાલના વર્ષોમાં ગયેલા ઇમિગ્રન્ટસને રહેવાનું તો મળી રહે છે પરંતુ યોગ્ય નોકરી મળતી નથી. તેમના લાયક નોકરી ના મળતા થાકી હારીને અંતે ઇમિગ્રન્ટસ કોઈપણ પ્રકારનું કામ કરવા તૈયાર થાય છે.

Study abroad: US, UK have everything to lose if they look inwards - Hindustan Times

કહી શકાય કે અમેરિકા, લંડન કરતાં નોકરી મામલે સૌથી વધુ ખરાબ હાલત કેનેડામાં છે. કેનેડાના ભારતીયો નોકરી મેળવવા ફાંફા મારે છે તો પણ તેમના સપના અને લાયકાત મુજબની નોકરી મળતી નથી. ઇમિગ્રન્ટસને સમાધાન કરવું પડે છે અને ગુજરાન ચલાવવા તેમજ દેશમાં રહેતા પરીવારના લોકોને વધુ મુશ્કેલીમાં ના મૂકવા કોઈપણ પ્રકારની નોકરી માટે તૈયાર રહેવું પડે છે. કેનેડામાં હાલના વલણમાં સામે આવ્યું કે નવી ખુલેલી રેસ્ટોરન્ટમાં વેઈટરની નોકરી માટે સૌથી વધુ ભારતીય જોવા મળ્યા. લગભગ 3000 ભારતીયો રેસ્ટોરન્ટમાં વેઇટરની નોકરી મેળવવા માટે કતારમાં જોવા મળ્યા હતા. આ બાબતને સાબિત કરતો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો બતાવે છે કે દેશમાં પોતાનું સગવડભર્યું જીવન છોડી યુવાનો પરદેશની ઘેલછામાં પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે. પહેલાના સમયમાં અમેરિકા, કેનેડા અને લંડનમાં સારા ભણતરના કારણે સારી નોકરીઓ સરળતાથી મળતી હતી. પરંતુ આજના ડિજિટલ યુગમાં હવે બધા પોતાને સ્માર્ટ સમજે છે.

UK universities lure Indian students with 'bring your family' offer: Report

ભારતમાં સારું જીવનધોરણ હોવા છતાં કેનેડા અને અમેરિકા જતા યુવાનો અત્યારે કફોડી સ્થિતિમાં મૂકાયા છે. ઇમિગ્રન્ટ્સના મજબૂત ધસારાને કારણે કેનેડાની વસ્તીમાં વધારો થયો છે. અને વસ્તી વધતા રોજગારમાં પણ સ્પર્ધા વધી છે. આથી ભારતીય યુવાનો સ્થાનિકો સાથે સ્પર્ધા કરતાં હવે સરળતાથી નોકરી મેળવી શકતા નથી. એક અહેવાલ સામે આવ્યા છે તે મુજબ છેલ્લા થોડા સમયમાં વિદેશ ગયેલ યુવાનો બેરોજગારીના અભાવે વતન પરત ફરવા લાગ્યા છે. એક વર્ષમાં 7400 વિદ્યાર્થીઓ કેનેડાથી ભારત પરત આવ્યા છે. આ વિદ્યાર્થીઓને લાગે છે કે આંખુ જીવન કેનેડામાં મજૂરી કરીએ તેના કરતાં થોડા ઓછા પગારમાં પણ ભારતમાં સારી રીતે જીવી શકાય છે. કેનેડા ગયેલા કેટલાક યુવાનોએ ત્યાં રહી વેઈટરની નોકરી કરવાં કરતાં ભારતમાં ઓછા પગારમાં નોકરી કરવાને વધુ સારું માન્યું. એકંદરે સ્થિતિ સરખી લાગતા યુવાનો હવે વધુ પ્રેકટીલ બન્યા છે અને વતન વાપસી કરી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પરિણીત મહિલા લગ્નના બહાને બળાત્કાર થયાના આરોપ લગાવી શકે નહિ’ બોમ્બે હાઈકોર્ટે મોટી ટિપ્પણી

આ પણ વાંચો: ‘ન્યાયતંત્ર સંપૂર્ણપણે સ્વતંત્ર’ CJI ચંદ્રચૂડે બોમ્બે હાઈકોર્ટના નવા સંકુલના શિલાન્યાસ પ્રસંગે આપ્યું નિવેદન

આ પણ વાંચો: બોમ્બે હાઈકોર્ટે કેન્દ્રના ફેક્ટ ચેક યુનિટને આપ્યો ફટકો, આઈટી નિયમોમાં ફેરફારને ગેરબંધારણીય જાહેર કર્યો