Lok Sabha Elections/ કોંગ્રેસે ચૂંટણી સમિતિની કરી જાહેરાત,આ 16 નેતાઓને સોંપી જવાબદારી,ગુજરાતના આ નેતાઓને સ્થાન

કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી અને તે પહેલા અનેક રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે.

Top Stories India

કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી અને તે પહેલા અનેક રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. આ મામલે  સોમવારે કોંગ્રેસે તેની ચૂંટણી સમિતિની જાહેરાત કરી છે. જેમાં 16 નેતાઓના નામ સામેલ કર્યા છે.જેમાં ગુજરાતમાંથી બે કોંગી નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પૂર્વ રાજ્યસભા સાંસદ મધુસુધન મિસ્ત્રી અને રાજ્યસભા સાંસદ અમી યાજ્ઞીકને ટીમમાં સામેલ કરવમાં આવ્યા છે.

આ સમિતિમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઉપરાંત સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અંબિકા સોની, અધીર રંજન ચૌધરી, સલમાન ખુર્શીદ, મધુસુદન મિસ્ત્રી, એન. ઉત્તમ કુમાર રેડ્ડી, ટીએસ સિંહ દેવ, કેજે જિયોગ્રે, પ્રીતમ સિંહ, મોહમ્મદ જાવેદ, અમી યાજ્ઞિક, પીએલ પુનિયા, ઓમકાર માર્કમ અને કેસી વેણુગોપાલ.

નોંધનીય છે કે કોંગ્રેસ વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાનો ભાગ છે. 31મી ઓગસ્ટથી 1લી સપ્ટેમ્બર દરમિયાન મુંબઈમાં યોજાયેલી ઈન્ડિયા એલાયન્સની બેઠકમાં તમામ પક્ષોએ સાથે મળીને ચૂંટણી લડવાનો સંકલ્પ લીધો હતો.