Business News/ ઝવેરીબજારમાં નબળી માંગથી સોનું-ચાંદી સસ્તા થયા; જાણો આજના લેટેસ્ટ ભાવ

Gold and silver prices: મુંબઈ અને અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોના, ચાંદી અને પ્લેટિનમના ભાવમાં ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક બજારની નબળાઈથી સોનું 4300 ડોલરની નીચે ગયું છે.

Top Stories Trending Business
Drop in gold and silver prices today

Gold-Silver Price Today: મુંબઈના ઝવેરીબજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ફરી ઘટાડો નોંધાયો હતો. પ્લેટીનમના ભાવમાં પણ નરમાઈ જોવા મળી હતી. બજારમાં નવી ખરીદી ધીમી રહેતા કિંમતી ધાતુઓ પર દબાણ જોવા મળ્યું હતું.

બીજી તરફ, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ ઘટીને ઔંસદીઠ 4300 ડોલરની સપાટીથી પણ નીચે ગયો હતો.

સોનામાં ઘટાડો, ડોલરની મજબૂતીની અસર

વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં (Gold and silver prices) ઘટાડો જોવા મળ્યો હતો. સોનાનો ભાવ ઔંસદીઠ 4326-4327 ડોલરની આસપાસથી ઘટીને 4294 ડોલર સુધી પહોંચ્યો હતો.

ત્યારબાદ ભાવ 4307-4308 ડોલરની આસપાસ જોવા મળ્યો હતો. વિશ્વબજારમાં ડોલર ઈન્ડેક્સમાં વધારો થતાં સોનામાં ફંડોની વેચવાલી વધ્યાના સંકેતો મળ્યા હતા.

જોકે મુંબઈ કરન્સી માર્કેટમાં રૂપિયાની સરખામણીએ ડોલર મજબૂત થતાં સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા છે.

મુંબઈમાં સોનું અને ચાંદી સસ્તી

મુંબઈ બુલીયન માર્કેટમાં GST વગર 995 શુદ્ધતાવાળા સોનાના ભાવમાં(Gold and silver prices) ₹100નો ઘટાડો થયો હતો અને ભાવ ₹1,51,407 પ્રતિ 10 ગ્રામ રહ્યા હતા. જ્યારે 999 શુદ્ધતાવાળા સોનાનો ભાવ ₹1,52,016 નોંધાયો હતો.

ચાંદીના ભાવમાં(Gold and silver prices) પણ ઘટાડો જોવા મળ્યો હતો. મુંબઈમાં GST વગર ચાંદીના ભાવ કિલોદીઠ ₹200 ઘટીને ₹2,32,766 થયા હતા.

અમદાવાદમાં ચાંદીમાં ₹3000નો ઘટાડો

અમદાવાદના બજારમાં ચાંદીના ભાવમાં મુંબઈની સરખામણીએ વધુ ઘટાડો નોંધાયો હતો. અહીં ચાંદીના ભાવ(Gold and silver prices) કિલોદીઠ ₹3000 ઘટીને ₹2,32,000 રહ્યા હતા.

અમદાવાદમાં 995 શુદ્ધતાવાળા સોનાનો ભાવ ₹1,56,200 પ્રતિ 10 ગ્રામ જ્યારે 999 શુદ્ધતાવાળા સોનાનો ભાવ ₹1,56,500 રહ્યો હતો.

પ્લેટીનમમાં પણ નરમાઈ

મુંબઈમાં પ્લેટીનમના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો હતો. 10 ગ્રામના ભાવ ₹2500થી ₹3000 ઘટીને ₹60,636 રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં પ્લેટીનમનો ભાવ ઔંસદીઠ લગભગ 1776 ડોલર અને પેલેડિયમનો ભાવ 1273 ડોલર રહ્યો હતો.

ક્રૂડ ઓઈલમાં બેતરફી ચાલ

બીજી તરફ, આંતરરાષ્ટ્રીય ક્રૂડ માર્કેટમાં ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. બ્રેન્ટ ક્રૂડનો ભાવ નીચામાં 97.91 ડોલર સુધી પહોંચ્યા બાદ વધીને 100.54 ડોલર થયો અને બાદમાં 100.33 ડોલરની આસપાસ રહ્યો હતો. અમેરિકન ક્રૂડનો ભાવ 88.71 ડોલર સુધી ઘટ્યા બાદ 90.90 ડોલર સુધી પહોંચ્યો હતો.

અમેરિકામાં ક્રૂડ ઓઈલનો સ્ટોક આશરે 18 લાખ બેરલ વધ્યાના અહેવાલો વચ્ચે ક્રૂડ માર્કેટમાં પણ સાવચેતીનો માહોલ જોવા મળ્યો હતો. આ ઉપરાંત વૈશ્વિક બજારમાં કોપરના ભાવમાં આશરે 0.50 ટકાનો ઘટાડો નોંધાયો હતો.


આ પણ વાંચો:સોનાં-ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો, MCX પર સોનું ₹583 અને ચાંદી ₹713 સસ્તી

આ પણ વાંચો:બંધ બજારે પણ સોનામાં તેજી યથાવત, અમદાવાદમાં 999 સોનું ₹1.58 લાખે; ચાંદીમાં ઘટાડો

આ પણ વાંચો:સોના-ચાંદીમાં ફરી તેજીનું તોફાન; આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું સર્વકાલીન ઉંચી સપાટીએ