#Businessnews/ સોના-ચાંદીમાં ફરી તેજીનું તોફાન; આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું સર્વકાલીન ઉંચી સપાટીએ

Gold Silver Price: વિશ્વ બજારમાં સોનાના ભાવ 4400 ડોલર થઈ ગયા છે અને સરકારે કસ્ટમ એક્સચેન્જ રેટ વધારતા અમદાવાદ તથા મુંબઈ બજારમાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે.

Top Stories Trending Business
Gold Silver Price:

Gold & Silver Market Update: વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ફરી એકવાર જોરદાર તેજી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ વધીને ઔંસદીઠ 4400 ડોલરની સપાટી સુધી પહોંચી ગયો હતો. વૈશ્વિક બજારમાં વધતા ભાવની અસર ભારતીય બજારોમાં પણ જોવા મળી છે. અમદાવાદ અને મુંબઈના ઝવેરી બજારમાં સોના-ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે.

અમદાવાદમાં સોનું 2000 રૂપિયા મોંઘું

અમદાવાદના ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ 2000 રૂપિયાનો વધારો નોંધાયો હતો. 995 શુદ્ધતાવાળા સોનાનો ભાવ વધીને 10 ગ્રામ દીઠ 1,57,700 રૂપિયા થયો હતો, જ્યારે 999 શુદ્ધતાવાળા સોનાનો ભાવ 1,58,000 રૂપિયા સુધી પહોંચ્યો હતો. ચાંદીના ભાવમાં પણ તેજી જોવા મળી હતી. અમદાવાદમાં ચાંદીનો ભાવ(Gold Silver Price) કિલોગ્રામ દીઠ 3000 રૂપિયા વધીને 2,35,000 રૂપિયા થયો હતો. મુંબઈ બુલિયન માર્કેટમાં GST સિવાય સોનાના ભાવમાં 1900 રૂપિયાનો વધારો થયો હતો. 995 શુદ્ધતાવાળા સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,53,111 રૂપિયા અને 999 શુદ્ધતાવાળા સોનાનો ભાવ 1,53,727 રૂપિયા નોંધાયો હતો. બજારના જાણકારોના જણાવ્યા મુજબ, આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો અને આયાત ખર્ચ વધવાને કારણે સ્થાનિક બજારમાં સોના-ચાંદીના ભાવ પર અસર પડી રહી છે.

સરકારના કસ્ટમ એક્સચેન્જ રેટમાં પણ ફેરફાર

બજાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભારત સરકારે આયાતકારો માટે ડોલરના કસ્ટમ એક્સચેન્જ રેટમાં વધારો કર્યો છે. અગાઉનો દર 95.25 રૂપિયા હતો, જે વધારીને 96.80 રૂપિયા કરવામાં આવ્યો છે. આ ફેરફાર 18 સપ્ટેમ્બરથી(Gold Silver Price) અમલમાં આવ્યો હોવાનું બજાર સૂત્રો જણાવી રહ્યા છે. આના કારણે સોના-ચાંદીની અસરકારક આયાત કિંમત પર પણ અસર પડવાની શક્યતા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 4342 ડોલરથી વધીને 4400 ડોલર સુધી પહોંચ્યો હતો અને બાદમાં 4373–4374 ડોલરની આસપાસ રહ્યો હતો. સોનાની સાથે ચાંદીમાં પણ તેજી(Gold Silver Price) જોવા મળી હતી. ચાંદીનો ભાવ 66.20 ડોલરથી વધીને 67.33 ડોલર સુધી પહોંચ્યો હતો.

પ્લેટિનમ અને પેલેડિયમમાં પણ વધારો

અન્ય કિંમતી ધાતુઓમાં પણ ઉછાળો નોંધાયો હતો. પ્લેટિનમનો ભાવ 1788 ડોલરથી વધીને 1824 ડોલર(Gold Silver Price) સુધી પહોંચ્યો અને બાદમાં 1816–1817 ડોલર રહ્યો. જ્યારે પેલેડિયમ 1291 ડોલરથી વધીને 1336 ડોલર સુધી પહોંચ્યા બાદ 1332–1333 ડોલરની આસપાસ રહ્યો. દરમિયાન ક્રૂડ ઓઇલના ભાવમાં પણ બેતરફી વધઘટ જોવા મળી રહી છે. વૈશ્વિક બજારમાં ક્રૂડની સપ્લાય અને વિવિધ દેશોની નિકાસ નીતિ પર બજારની નજર છે.


આ પણ વાંચો:વિશ્વ બજારમાં સોનાના ભાવ ફરી તેજી તરફ, 4300 ડોલરની સપાટી પાર; ETF ઈન્ફ્લોમાં પણ વધારો

આ પણ વાંચો:BIS હોલમાર્કિંગ ચાર્જ વધવાથી શું સોનું-ચાંદી મોંઘું થશે? જાણો ગ્રાહકો પર તેની શું અસર પડશે

આ પણ વાંચો:સોનું-ચાંદીના ભાવમાં તોફાની તેજી, સોનામાં ₹1291 અને ચાંદીમાં ₹3870 સુધીનો ઉછાળો