ભાજપનાં વરિષ્ઠ નેતા ડો.સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિર કેસનો નિર્ણય 15 નવેમ્બર સુધીમાં આવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ચુકાદો હિન્દુઓના પક્ષમાં આવશે. કારણ કે સુન્ની વકફ બોર્ડનાં હિમાયતીઓ દેશનાં કરોડો હિન્દુઓની આસ્થાને લગતા કોઈપણ સવાલનો જવાબ આપી શક્યા નથી.

