Saurashtra News/ ગુજરાતમાં ફરી ખેડૂત આંદોલન સળગશે, ખેડૂતો કડદા પ્રથા બંધ કરવાની માંગ સાથે ફરી રસ્તા પર ઉતરશે

ખેડૂતોના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી અનેક માંગણીઓ રજૂ કરી હતી.

Top Stories Gujarat

Saurashtra News : સૌરાષ્ટ્રમાં ફરી એકવાર ખેડૂતોનું આંદોલન થવા જઈ રહ્યું છે, જેમાં બોટાદવાળી થવાનો ડર છે. સૌરાષ્ટ્ર એ ખેડૂતોના આંદોલનનું એપી સેન્ટર બની રહ્યું છે, જ્યાં કદડા પ્રથા બંધ કરવા માંગ ઉઠી રહી છે. હવે જોવું એ રહ્યું કે, ગુજરાતમાં ખેડૂત આંદોલન કેવું અને કેટલુ સળગશે, અને આંદોલનની આ આગના પડઘા ગુજરાત સરકાર સુધી પહોંચશે કે નહિ. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં આજે ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો હતો.

બોટાદ જિલ્લાના હડદડ ગામમાં ખેડૂતો પર થયેલા દમન અને અન્યાય સામે કિસાન એકતા મંચ ગુજરાતના નેજા હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી મૂળી મામલતદાર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી.ખેડૂતોના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી અનેક માંગણીઓ રજૂ કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે કપાસના પાકની ખરીદી વખતે વેપારીઓ દ્વારા ખેડૂતોને મળતા ભાવમાં થતો કડદા તાત્કાલિક રીતે બંધ કરાવવો, તેમજ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે નક્કી કરાયેલી 70 મણની લિમિટ વધારીને ઓછામાં ઓછું 250 મણ કરવામાં આવે તેવી મુખ્ય માંગણી રાખવામાં આવી હતી.

તે ઉપરાંત બોટાદના કડદા ગામમાં 85 ખેડૂતો સામે ખોટા કેસો દાખલ કરી દમન સહિત કાર્યવાહી કરનાર અધિકારીઓ સામે કડક પગલાં લેવા, નિર્દોષ ખેડૂતોને ન્યાય મળે અને પોલીસ દ્વારા પરિવાર સાથે કરાયેલા દમનની તપાસ થાય તેવી માંગ સાથે અવેદનપત્ર પાઠવ્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન કિસાન એકતા મંચના આગેવાનોએ જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વિશાળ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. મૂળ મામલતદાર કચેરી આગળ ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ખેડૂતો દ્વારા ઉગ્ર રોષ ઠાલવવામાં આવ્યો હતો.

કિસાન એકતા મંચના પ્રતિનિધિઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આ લડત ખેડૂત હક માટેની છે અને ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓની લડત ચાલુ રહેશે.તો બીજી તરફ, ખેડૂત આંદોલન મુદ્દે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાયે મોટી જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી રાજ્યની APMCમાં ચાલતી કડદા પ્રથા બંધ કરવા માટે ખેડૂતોની મહાપંચાયત યોજવા જઈ રહી છે.

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાય દ્વારા આગામી 31 ઓક્ટોબરના દિવસે ખેડૂતોની મહાપંચાયત યોજવાની જાહેરાત કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના લીમખેડા વિધાનસભા વિસ્તારમાં આવેલા સુદામડા ગામમાં ખેડૂતોની મહાપંચાયત યોજાશે. જેમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પણ હાજર રહેવાના છે. તેમજ આ ખેડૂત મહાપંચાયતમાં રાજ્યભરના ખેડૂતો પણ મોટી સંખ્યામાં જોડાશે.

વિધાનસભાના વિપક્ષ નેતા અમિત ચાવડાએ પત્રકાર પરિષદમાં જણાવ્યુ કે, પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એક દિવસ, એક શહેર/જિલ્લો તેવી રીતે કાર્યક્રમ ઘડવામાં આવ્યો હતો. જેમાં જન આક્રોશ સભા કરવામાં આવશે. છેલ્લા બે દિવસથી ગુજરાતમાં માવઠા પડી રહ્યા છે. જગતના તાતની સ્થિતિ દયનીય થઈ છે. સરકારે ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ રાખવી જોઈએ તેને બદલે સરકારનું વલણ અલગ છે. ખેડૂતોને માવઠાને કારણે ખેતરોમાં પાણી ભરાયા, પાકમાં નુકસાન થયું છે. માવઠા અને અતિવૃષ્ટિને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે. ખેડૂતો ઓપન બજારમાં(યાર્ડમાં) પાક વેચવા જાય તો પૂરતા ભાવ મળતા નથી. વચેટીયા અને કમિશન એજન્ટ કમિશન વસૂલે છે.

કડદા પ્રથા એટલે શું ?

જ્યારે કોઈ ખેડૂત પોતાની જણસ લઈને APMCમાં વેચાણ માટે જાય છે, ત્યા તે જણસની ખુલ્લામાં હરાજી કરવામાં આવે છે અને તેને ખરીદી કરેલા વેપારીના જીન પર નાંખવા માટે જ્યારે ખેડૂત જાય છે ત્યારે તેના જણસની ગુણવત્તાને લઈને કે બીજી કોઈ રીતે APMCમાં જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે, તેના કરતા ઓછા ભાવ આપવામાં આવે છે, તેને કડદો કહેવામાં આવે છે. (ઉદાહરણ તરીકે: કોઈ ખેડૂત માર્કેટીંગ યાર્ડમાં કપાસ વેચવા માટે જાય છે અને વેપારી દ્વારા કપાસને 1350 રૂપિયામાં ખરીદવામાં આવે છે અને ખેડૂતને ચીઠ્ઠી આપીને વેપારીના જીનમાં ખાલી કરવા માટે મોકલવામાં આવે છે, જ્યા વેપારીના બીજા માણસો જ્યારે ખેડૂત કપાસ ઉતારતો હોય ત્યારે તેનો કપાસ ચેક કરવા આવે છે અને કપાસની ગુણવત્તા અને ખરાબ હોવા જેવા વિવિધ બહાના કાઢીને APMCમાં આપવામાં આવેલા 1350 ભાવ ઓછા 900 રૂપિયાનો જ હોવાનું જણાવે છે અને જ્યારે ખેડૂત આજીજી કરે છે ત્યારે કપાસના ભાવમાં 1000 રૂપિયા સુધી ભાવ કહે છે.

આખરે ખેડૂત ઓછા ભાવે માની જાય છે, ત્યારે ખેડૂતનો 1350 રૂપિયાનો કપાસ 1000 રૂપિયામાં ખરીદે છે એટલે તેમાં 350 રૂપિયાનો કડદો વેપારીએ કર્યો કહેવાય.)સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ લખ્યો મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખ્યો. તેમણે તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને નુકસાનમાં ખેડૂતોને મદદરૂપ થવા માંગ કરી. તેમણે કહ્યું કે, કમોસમી વરસાદના કારણે ખેતીના પાક સંપૂર્ણ નાશ પામ્યા છે. પાક નાશ પામતા ખેડૂતોને આર્થિક રીતે નુકસાન થયા છે. તેથી તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય વળતર આપવા મહેશ કસવાલાએ માંગ કરી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ત્રિપલ અકસ્માત, ટ્રક અને કારની ટક્કરમાં ત્રણના મોત

આ પણ વાંચો: અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થતાં આજે રાજ્યના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો: આગામી 48 કલાક સૌરાષ્ટ્ર પર ભારેઃ અંબાલાલ પટેલની આગાહી