Ahmedabad News/ ગુજરાત હાઇકોર્ટમાંથી નારાયણ સાંઈને મળી રાહત, બીમાર માતાને મળવા 5 દિવસના હંગામી જામીન

જામીન દરમિયાન નારાયણ સાંઈ અમદાવાદમાં તેના માતાના ઘરે જ રોકાઈ શકશે

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : દુષ્કર્મ કેસમાં સજા ભોગવી રહેલા નારાયણ સાંઈને ગુજરાત હાઇકોર્ટમાંથી રાહત મળી છે. નારાયણ સાંઈને પોતાની 82 વર્ષીય બીમાર માતાની સારવાર માટે 45 દિવસના હંગામી જામીન માગ્યા હતા. આ જામીન અરજી પર સુનાવણી થયા બાદ હાઈકોર્ટે 5 દિવસના શરતો સાથે હંગામી જામીન મંજૂર કર્યા છે.  નારાયણ સાંઈ જામીન દરમિયાન અમદાવાદમાં તેના માતાના ઘરે જ રોકાઈ શકશે. જોકે તે પોતાના અનુયાયીઓને મળી શકશે નહીં.

નારાયણ સાંઈના વકીલે રજૂઆત કરી હતી કે, અગાઉ બીમાર પિતા આસારામને મળવા માટે 5 દિવસના હંગામી જામીન આપવામાં આવ્યા હતા. હાલ, અરજદારના કાર્ડિયાક અરેસ્ટથી પીડિત બીમાર માતાને મળવા માટે 45 દિવસના જામીન આપો. જોકે, હાઈકોર્ટે 45 દિવસના જામીન આપવાનો ઇન્કાર કરી દીધો હતો અને શરતો સાથે 5 દિવસના જામીન મંજૂર કર્યા છે. જેલમાંથી છૂટશે ત્યારથી જામીન ગણાશે.

જામીન દરમિયાન તે ફક્ત તેના માતાના ઘરે જ રોકાઈ શકશે, બીજા કોઈ ઠેકાણે નહીં. સુરતની લાજપોર જેલમાંથી છુટ્યા બાદ અમદાવાદ તેના માતાના ઘર પર આવશેજોકે, તેમને પોલીસના કડક જાપ્તા હેઠળ રાખવામાં આવશે, જેથી તેઓ જામીનની શરતોનો ભંગ ન કરી શકે.

નારાયણ સાઈ હાલમાં સુરતની લાજપોર જેલમાં બંધ છે, જ્યાં તેઓ દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. તેમની માતાની ગંભીર બિમારીને ધ્યાનમાં રાખીને આ જામીન  માનવીય આધાર પર આપવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરાના બાજવામાં વરસાદથી માનવસર્જિત પૂર, નાગરિકોમાં રોષ

આ પણ વાંચો:વડોદરાના ઉંડેરામાં પાણી ભરાયું, નાગરિકો 5 દિવસથી હાલાકી વચ્ચે જીવન જીવવા મજબૂર બન્યા

આ પણ વાંચો:વડોદરા: શહેરમાં ફરી બની હિટ એન્ડ રનની ઘટના, યુવતીનું મોત