Vadodara News/ વડોદરાના ઉંડેરામાં પાણી ભરાયું, નાગરિકો 5 દિવસથી હાલાકી વચ્ચે જીવન જીવવા મજબૂર બન્યા

ઉંડેરા વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી પાણી ભરાયેલા છે, જેના કારણે નાગરિકો ભારે હાલાકી વેઠી રહ્યા છે. મંતવ્ય ન્યૂઝની ટીમે ઉંડેરા તળાવ ખાતે પહોંચીને પરિસ્થિતિનો

Top Stories Gujarat Vadodara Breaking News

Vadodara News: વડોદરા જિલ્લાના ઉંડેરા વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી પાણી ભરાયેલા છે, જેના કારણે નાગરિકો ભારે હાલાકી વેઠી રહ્યા છે. મંતવ્ય ન્યૂઝની ટીમે ઉંડેરા તળાવ ખાતે પહોંચીને પરિસ્થિતિનો નજીકથી અભ્યાસ કર્યો હતો. ડ્રોન દ્રશ્યોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે તળાવનું પાણી આસપાસના વિસ્તારો જલમગ્ન બન્યા છે.

5 દિવસથી પાણીમાં જીવવું મજબૂરી

ઉંડેરાના લોકો માટે હાલની પરિસ્થિતિ કષ્ટદાયક બની ગઈ છે. સતત પાંચ દિવસથી ઘરોમાં પાણી ભરાયેલા હોવાના કારણે નાગરિકોને પોતાના ઘર બંધ કરી બહાર રહેવા મજબૂર થવું પડી રહ્યું છે. ઘણા લોકોના રોજિંદા નોકરી-ધંધામાં અવરોધ ઉભો થયો છે.

રોજિંદા જીવનમાં તકલીફ

જ્યાં પાણી ભરાયેલા છે, ત્યાંથી નોકરી પર જવા, બાળકોને શાળા પહોંચાડવા, દુકાનો સુધી પહોંચવા લોકોને ભારે મુશ્કેલીઓ આવી રહી છે. ઘણા લોકોને ઘર છોડીને સગાં-સંબંધીઓ કે અન્ય જગ્યાએ આશરો લેવો પડી રહ્યો છે.

ડ્રોન દ્રશ્યો થયા વાયરલ

મીડિયા દ્વારા પ્રકાશિત થયેલા ડ્રોન દ્રશ્યોમાં ઉંડેરા તળાવ અને તેની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની ભયાનક સ્થિતિ સામે આવી છે. જેના કારણે નાગરિકોની સમસ્યાઓ પર સૌનું ધ્યાન ગયું છે.

તંત્ર જાગ્યું

મીડિયાના અહેવાલો બાદ સફાળું તંત્ર હરકતમાં આવ્યું છે. તાત્કાલિક પગલાં લેવા માટે અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે અને પાણી નીકળવા માટે વિકલ્પો શોધી રહ્યા છે. નાગરિકોમાં રોષ છે કે અગાઉથી યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા કરવામાં આવી હોત તો આવી પરિસ્થિતિ ન સર્જાત.

નાગરિકોની માંગ

ઉંડેરા વિસ્તારમાં લોકોની મુખ્ય માંગ છે કે તળાવના પાણીના નિકાલ માટે લાંબા ગાળાનો ઉકેલ લાવવામાં આવે, આસપાસની ડ્રેનેજ અને નાળા સિસ્ટમ મજબૂત કરવામાં આવે, તાત્કાલિક રાહત કાર્ય શરૂ કરવામાં આવે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:SC/ST ક્વોટાનો મામલો ગંભીર છે, પરંતુ અનામતનો આદેશ આપી શકાતો નથી; સુપ્રીમ

આ પણ વાંચો:મહિલાઓ, SC/ST અને પછાત વર્ગો માટે મોટી જાહેરાત, 2 કરોડ રૂપિયા સુધીની ટર્મ લોન મળશે

આ પણ વાંચો:હવે SC/ST/OBC/PWDને સરકારી વિભાગોમાં કોન્ટ્રાક્ટ પરની નોકરીઓમાં પણ મળશે અનામત