આસામમાં નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝનનો (એનઆરસી) બીજો અને છેલ્લો ડ્રાફ્ટ પેશ કરવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટ હેઠળ 2 કરોડ 89 લાખ 83 હજાર 677 લોકોને નાગરિક માનવામાં આવ્યા છે. જયારે 40 લાખ લોકો ગેરકાનૂની નાગરિક છે. ડ્રાફ્ટ આવતા જ રાજનીતિક ગતિવિધિઓ તેજ થઇ ગઈ છે.
ટીએમસી પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે એનઆરસી નામ પર બંગાળી લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.
There were people who have Aaadhar cards and passports but still their names are not in the draft list. Names of people were removed on the basis of surnames also. Is the Govt trying to do forceful eviction?: West Bengal CM Mamata Banerjee on #NRCAssam pic.twitter.com/AmMfo46kDQ
— ANI (@ANI) July 30, 2018
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ આસામ એનઆરસી પર કહ્યું કે ઘણા લોકો પાસે આધાર કાર્ડ અને પાસપોર્ટ હોવા છતાં પણ એમનું નામ ડ્રાફ્ટમાં નથી. સાચા દસ્તાવેજો હોવા છતાં પણ લોકોને ડ્રાફ્ટમાં શામેલ કરવામાં આવ્યા નથી. એમને અટકના કારણે બહાર કરવામાં આવ્યા છે. શું ભાજપ સરકાર જબરદસ્તી લોકોને બહાર કાઢવા માંગે છે?

મમતા બેનર્જીએ કહ્યું કે સરકાર બંગાળી લોકોને નિશાન બનાવી રહી છે. અને વોટ બેંકની રાજનીતિ કરી રહી છે. મમતાએ ચિંતા દર્શાવતા કહ્યું કે 40 લાખ લોકો, જેને ડ્રાફ્ટ માંથી બહાર કરવામાં આવ્યા છે તેઓ ક્યાં જશે? જો બાંગ્લાદેશ પણ એમને નહિ રાખે તો એમનું શું થશે?
મમતાએ કહ્યું કે આસામ સાથે અમારા રાજ્યની સીમા લાગેલી છે. એનઆરસી માં જે લોકોના નામ નથી, એનો મતલબ એવો નથી કે તેઓ ભારતીય નથી. ઉત્તર બંગાળના લોકોને કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ભારતીય નથી. બંગાળીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. મમતાએ ચેતવણી આપતા કહ્યું કે યાદ રાખજો કે તેઓ રોહીંગ્યા નથી.

એનઆરસી ડ્રાફ્ટમાં અવૈધ દર્શાવવામાં આવેલા લોકોને બંગાળમાં શરણ આપવા બાબતે મમતા બેનર્જીએ કહ્યું કે આ સમસ્યા અમારી પાસે આવે છે, તો અમે રાજનીતિક રીતે કેન્દ્ર સરકાર જેવો વ્યવહાર નહિ કરીએ. અમે માણસ છીએ. એમને સુરક્ષા આપવી અમારું કર્તવ્ય છે. અમે એમને પાછા ના મોકલી શકીયે. આપણે આપણા નાગરિકોને શા માટે બહાર કાઢવા જોઈએ. એમાંના મોટાભાગના લોકો ભારતીય નાગરિક છે.હવે તેઓ કેન્દ્ર સરકારના કારણે શરણાર્થી બનેલા છે.
Where will the 40 lakh people whose names have been deleted go? Does Centre have any rehabilitation program for them? Ultimately it is Bengal which will suffer.Its just vote politics by BJP. Request Home Minister to bring an amendment : West Bengal CM Mamata Banerjee #NRCAssam pic.twitter.com/dicIhibxNV
— ANI (@ANI) July 30, 2018
જણાવી દઈએ કે આસામમાં ગેરકાનૂની રીતે રહેતા લોકોને કાઢવા માટે સરકારે નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન્સ (એનઆરસી) અભિયાન ચલાવ્યું હતું. દુનિયાના સૌથી મોટા અભિયાનોમાં ગણવામાં આવતો આ કાર્યક્રમ ડિટેક્ટ, ડીલીટ અને ડિપોર્ટ પર આધારિત છે. મતલબ કે ગેરકાનૂની રીતે રહેતા લોકોને પહેલા ઓળખી કાઢવામાં આવશે ત્યારબાદ એમને એમના દેશમાં પાછા મોકલવામાં આવશે.
