National News/ અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ PM મોદીને આપ્યું વ્હાઇટ હાઉસનું આમંત્રણ, દિલ્હીમાં મોટું મંથન

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) સાથે 1 કલાક સુધી વ્યૂહાત્મક ચર્ચા કરી છે. આ બેઠકમાં સુરક્ષા, ક્વાડ સમિટ અને પીએમ મોદીને મળેલા વ્હાઇટ હાઉસના આમંત્રણ વિશે વિગતવાર વાંચો.

NATIONAL Top Stories India
PM Modi

Marco Rubio India Visit: અમેરિકાના વિદેશ મંત્રી (US Secretary of State) માર્કો રુબિયો સત્તાવાર ભારત પ્રવાસે દિલ્હી પહોંચ્યા છે અને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) સાથે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક કરી છે. આ હાઈપ્રોફાઈલ મીટિંગમાં બંને દેશો વચ્ચે સુરક્ષા, વેપાર, ક્રિટિકલ ટેક્નોલોજી અને ઈન્ડો-પેસિફિક (ભારત-પ્રશાંત) ક્ષેત્રમાં પરસ્પર સહયોગ જેવા સંવેદનશીલ વૈશ્વિક મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ મુલાકાત આગામી દિવસોમાં યોજાનારી ‘ક્વાડ’ (Quad) વિદેશ મંત્રીઓની બેઠક પહેલા થઈ રહી છે, જેને ભારત-અમેરિકાના સંબંધોની દ્રષ્ટિએ ખૂબ જ નિર્ણાયક માનવામાં આવી રહી છે.

ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત

ફેબ્રુઆરી 2025 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી ઐતિહાસિક મુલાકાત બાદ આ પ્રથમ એવી ઉચ્ચ સ્તરીય બેઠક છે, જેમાં અમેરિકાના વિદેશ મંત્રી પોતે ભારત આવ્યા છે. વિદેશ મંત્રી બન્યા બાદ માર્કો રુબિયોનો આ પ્રથમ ભારત પ્રવાસ છે.

તેમના આ વ્યૂહાત્મક પ્રવાસની શરૂઆત દેશની રાજધાની દિલ્હીથી થઈ છે. દિલ્હીમાં દ્વિપક્ષીય બેઠક પૂર્ણ કર્યા બાદ માર્કો રુબિયો ભારતના 3 પ્રમુખ ઐતિહાસિક અને વ્યૂહાત્મક શહેરો – કોલકાતા, જયપુર અને આગ્રાની મુલાકાત લેશે, જ્યાં તેઓ વિવિધ સંસ્થાઓ અને પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે. આ પ્રવાસ બાદ તેઓ 26 મેના રોજ યોજાનારી ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે.

PM Modi

PM મોદીએ સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો સંતોષ

અમેરિકી વિદેશ મંત્રી સાથેની મુલાકાત અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ શેર કરીને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું:

“ભારત અને અમેરિકા વૈશ્વિક કલ્યાણ અને દુનિયાની ભલાઈ માટે આગામી સમયમાં પણ આ જ રીતે સાથે મળીને મજબૂતાઈથી કામ કરતા રહેશે.”

1 કલાકની બેઠકમાં કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા?

આશરે 1 કલાક સુધી ચાલેલી આ બંધ બારણે બેઠકમાં ભારત-અમેરિકાના સંબંધોને આગામી દાયકા માટે નવી દિશા આપવા અંગે વિસ્તૃત મંથન થયું હતું:

બંને દેશો સાથે મળીને વૈશ્વિક સુરક્ષા માળખાને કેવી રીતે વધુ મજબૂત કરી શકે અને આતંકવાદ સામે રણનીતિ ઘડી શકે તે પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય વેપારને નવી ગતિ આપવા અને આર્થિક અવરોધો દૂર કરવા પર સહમતિ બની હતી.

સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિફેન્સ ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં ટેક ટ્રાન્સફર અને સહયોગ વધારવા ચર્ચા થઈ હતી.

ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં દરિયાઈ માર્ગોની સ્વતંત્રતા, સુરક્ષા અને ચીનના વધી રહેલા પ્રભાવને કાબૂમાં લેવા માટે બંને દેશોના સહિયારા પ્રયાસો પર ભાર મૂકાયો હતો.

રવિવારે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વાર્તાનો વધુ એક રાઉન્ડ યોજાશે, જેમાં ક્વાડ બેઠકમાં ભારતની ભૂમિકાને વધુ મહત્વપૂર્ણ બનાવવાની રૂપરેખા તૈયાર થશે.

PM Modi ને વ્હાઇટ હાઉસ આવવાનું આમંત્રણ

આ બેઠક દરમિયાન અમેરિકી(PM Modi) વિદેશ મંત્રી માર્કો રુબિયોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને(PM Modi) સત્તાવાર રીતે અમેરિકા આવવાનું અને વ્હાઇટ હાઉસ (White House) ની મુલાકાત લેવાનું ભાવભર્યું આમંત્રણ આપ્યું છે.

બેઠકમાં કોણ-કોણ રહ્યું હાજર?

આ ઉચ્ચ સ્તરીય બેઠકની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આમાં ભારત તરફથી વિદેશ મંત્રી એસ. જયશંકર (S. Jaishankar) અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ (Ajit Doval) વિશેષ રૂપે હાજર રહ્યા હતા. જ્યારે અમેરિકા તરફથી ભારતમાં નિયુક્ત અમેરિકી રાજદૂત અને વિદેશ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સામેલ થયા હતા.


આ પણ વાંચો: અમદાવાદ સહિત દેશના 40 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન, કર્મચારીઓએ PMનો માન્યો આભાર…

આ પણ વાંચો:આજે રોજગાર મેળાનું આયોજન કરાયું,પીએમ મોદી 51,000 યુવાનોને નિમણૂક પત્રો આપશે

આ પણ વાંચો: PM મોદી શનિવારે રોજગાર મેળામાં 70,000 યુવાનોને નિમણૂક પત્ર વિતરણ કરશે