લોકસભાની ચૂંટણીમાં મોદીની સુનામી સામે વિપક્ષ આ વખતે પણ પૂરી રીતે સાફ થઇ ગયો છે. જ્યા ઘણી આશાઓ સાથે કોંગ્રેસનાં નેતાઓ સત્તામાં ફરી પાછા ફરવાના સપના જોઇ રહ્યા હતા, જે પરિણામ બાદ માત્ર સપના જ રહી ગયા. જનતાની પસંદ આજે પણ નરેન્દ્ર મોદી જ છે તે તેમણે આ ચૂંટણીમાં એકવાર ફરી સાબિત કરી બતાવ્યુ. ભાજપે એકલા હાથે પ્રચંડ બહુમત મેળવી કોંગ્રેસનાં સુપડા સાફ કરી દીધા, જેમા દરેક નેતાઓનું માનવુ છે કે અહી નરેન્દ્ર મોદી જ લોકોની પહેલી પસંદ રહ્યા, તે જ કારણ છે કે આ વખતે જનતા પહેલા કરતા પણ વધુ બેઠકો આપી મોદીને સત્તા ફરી સોંપી છે. ભાજપને જીત મળી ગઇ છે અને હવે નિવેદનોમાં થોડી નરમાશ આવી છે પરંતુ ક્યાંકને ક્યાંક થોડી નારાજગી અંદર રહેલી હોય તે ઉભરી રહી છે. અહી વાત લોક જનશક્તિ પાર્ટીનાં પ્રમુખ રામવિલાસ પાસવાનની થઇ રહી છે. જેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે.

કોંગ્રેસનાં નેતા વિશે શું બોલ્યા રામવિલાસ પાસવાન
દેશમાં એનડીએને પ્રચંડ જીત મળી છે. જીત બાદ નિવેદનબાજી મહદ અંશે ઓછી તો થઇ છે પરંતુ હજુ પણ ક્યાંક ને ક્યાંક થોડો આક્રોશ હોય તે બહાર આવી રહ્યો છે. લોકસભા ચૂંટણી પરિણામ બાદ લોક જનશક્તિ પાર્ટીનાં પ્રમુખ રામવિલાસ પાસવાને કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળો પર કટાક્ષ કરીને કહ્યુ કે, જે લોકો PM બનવાના સપના જોઈ રહ્યા હતા તે વિપક્ષ બનવાને પણ લાયક રહ્યા નથી. બીજી તરફ રામવિલાસ પાસવાને કોંગ્રેસની પણ મજાક ઉડાવી અને કહ્યુ કે, જે લોકો PM પદની ખુરશી પર બેસવા ઈચ્છી રહ્યા હતા તે હવે વિપક્ષનાં નેતાનું પદ મેળવવામાં પણ નિષ્ફળ થઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં એકવાર ફરી મોદી મેજીકમાં કોંગ્રેસ પૂરી રીતે સાફ થઇ ગયુ છે. કોંગ્રેસ તરફથી હારની જવાબદારી પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ લીધી છે. હાર મળ્યા બાદ કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક પણ યોજાઇ ગઇ જ્યા રાહુલે પોતાનુ રાજીનામું મુક્યુ હતુ જે અન્ય નેતાઓએ સ્વીકાર્યુ નહી અને હાર જીત તો રહે કહી આગળ સખત મહેનત કરવાની આશા દર્શાવી.
