Not Set/ ભારતના સૌથી મોંઘેરા મહેમાન બ્રુનેઈના સુલતાન હસનલ બોલ્કિયા, પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો

ભારતના સૌથી મોંઘેરા મહેમાન બ્રુનેઈના સુલતાન હસનલ બોલ્કિયા પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. નરેન્દ્ર મોદીના પીએમ બન્યા બાદ પ્રથમ વાર ભારતના પ્રવાસે આવેલા બ્રુનેઈના સુલતાન પોતે 5 હજાર કિમી સુધી જમ્બો જેટ ઉડાવીને દિલ્હી આવ્યા છે. I thank the @ASEAN leaders for joining the #RepublicDay celebrations. pic.twitter.com/bOP6QQgy54 — Narendra Modi (@narendramodi) January 26, 2018 […]

India

ભારતના સૌથી મોંઘેરા મહેમાન બ્રુનેઈના સુલતાન હસનલ બોલ્કિયા પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. નરેન્દ્ર મોદીના પીએમ બન્યા બાદ પ્રથમ વાર ભારતના પ્રવાસે આવેલા બ્રુનેઈના સુલતાન પોતે 5 હજાર કિમી સુધી જમ્બો જેટ ઉડાવીને દિલ્હી આવ્યા છે.

પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં આ વખતે પ્રથમવાર 10 દેશોના રાષ્ટ્ર પ્રમુખ દિલ્હીનાં મહેમાન બન્યા છે. પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભારતની તાકાત તેમણે નિહાળી. હતી. આપને જણાવી દઈએ કે .દિલ્હીમાં જ્યારે હસનલના વિમાનની લેન્ડિંગ થઈ ત્યારે એરપોર્ટ પર કોકપીટમાં સુલ્તાનને બેઠા જોઇને સહુને આશ્ચર્ય થયુ હતુ .જો કે આવુ પહેલી વખત બન્યુ નથી તેઓ જ્યારે વર્ષ 2008 અને 2012માં ભારત આવ્યા હતા ત્યારે પણ પોતે જ વિમાન ઉડાવીને આવ્યા હતા.

હસનલને વિમાન ઉડાવવાનો જબરો શોખ છે. તેમના શોખની વાત કરીએ તો તેઓ જે વિમાનમાં આવ્યા છે તેની કિંમત 545 કરોડ રૂપિયા છે અને તેની સજાવટ માટે અન્ય 654 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમનુ આ વિમાન વિશ્વના સૌથી લકઝરી એરક્રાફ્ટમાંનું એક માનવામાં આવે છે.

એટલુ જ નહિં આ સુલતાન મોંઘી ગાડીઓના પણ તેટલા જ શોખીન છે. તેમના મહેલના અન્ડર ગ્રાઉન્ડ પાર્કિંગમાં 100થી વધુ મોંઘી લકઝરી ગાડીઓનું કલેક્શન છે. આમ તો તેમના કલેક્શનમાં 6 હજારથી પણ વધુ ગાડીઓનો સમાવેશ છે. અને તેઓ જે મહેલમાં રહે છે તેમા માનવામાં ન આવે તેટલા એટલે કે 7,788 રૂમ્સ છે.

તેઓ વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓમાં સામેલ છે. તેમની પાસે પોતાની એક મસ્જિદ પણ છે જે સોના અને હીરાઓથી મંડિત છે .તેઓ વિશ્વના એવા બીજા રાષ્ટ્ર પ્રમુખ છે જેમણે 50 વર્ષથી પણ વધુ સમય સુધી શાસન કર્યુ છે અને હાલ પણ તેટલા જ લોકપ્રિય છે. એમની પહેલા ક્વીન એલિઝાબેથ એવા શાસક છે જેમણે એટલા લાંબા સમય સુધી શાસન કર્યુ છે.