Political/ કોંગ્રેસનો અંતરીક વિખવાદ પહોચ્યો પોલીસ મથકે, આ જીલ્લા પ્રમુખ વિરુદ્ધ ફરિયાદ

સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકા અને તેના પુત્રની પોલીસે ધરપકડ કરી હતી.  સેવાદળના પ્રમુખ ધર્મેશ મિસ્ત્રી સાથે એક કાર્યક્રમ બાદ વિખવાદ થતા બબુ રાયકા અને તેમના પુત્રે બેફામ વાણી વિલાસ આચર્યો હતો. અને તેનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

Top Stories Gujarat Surat

કોંગ્રેસમાં આંતરિક વિખવાદ હમેશા ચર્ચામાં રહ્યો છે. પછી તે પ્રદેશ લેવલે હોય કે પછી જીલ્લા લેવલે. હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે સુરત શહેરના જીલ્લા પ્રમુખ અને તેમના દીકરા વિરુદ્ધ કોંગ્રેસ સેવાદળના પ્રમુખે ફરિયાદ નોધાવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકા અને તેના પુત્રની પોલીસે ધરપકડ કરી હતી.  સેવાદળના પ્રમુખ ધર્મેશ મિસ્ત્રી સાથે એક કાર્યક્રમ બાદ વિખવાદ થતા બબુ રાયકા અને તેમના પુત્રે બેફામ વાણી વિલાસ આચર્યો હતો. અને તેનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

Vaccine / ભારતે ખરીદી વિશ્વની સૌથી સસ્તી કોરોના રસી…

ઉલ્લેખનીય છે કે કાર્યક્રમ બાદ બે ખુરશી ડેકોરેટર લઈ ગયા હતા. ખુરશી મામલે બાબુ રાયકાએ ધર્મેશ મિસ્ત્રી સાથે  વાણી વિલાસ કર્ય હતો. અને તેનો વાણી વિલાસ કરતો ઓડિયો વાઇરલ થયો હતો. વાયરલ ઓડિયો બાદ ધર્મેશે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે ફરિયાદને પગલે કરી પિતાપુત્રની ધરપકડ કરી છે. જો કે બાદમાં  જામીન પર બંને પિતા પુત્રનો  છુટકારો પણ થયો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…