World News:ફ્લાયદુબઈ (flydubai)ની FZ1073 ફ્લાઇટમાં બનેલી ગંભીર ઘટનામાં ઓમાની કો-પાઇલટ (Omani Co-Pilot)ની ધરપકડ થઈ છે. વિમાન ક્રેશ કરવાના પ્રયાસના આરોપ વચ્ચે તેના હેતુ અને ભૂમિકાની તપાસ ચાલી રહી છે.દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 પર થયેલા હાઇજેક અને ક્રેશ કરવાના ગંભીર પ્રયાસ પાછળના ઓમાની પાઇલટ વિશે પ્રાથમિક માહિતી સામે આવી છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, આ ઓમાની પાઇલટ ઘટનાના લગભગ આઠ મહિના પહેલા જ દુબઈ સ્થિત એરલાઇન ફ્લાયદુબઈમાં જોડાયો હતો.
આ સમયગાળો એવો હતો જ્યારે અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત રીતે ઇરાન પર હુમલો કર્યો હતો. જોકે, આ પાઇલટના કૃત્ય પાછળ ઇરાનનો કે કોઈ અન્ય સંગઠનનો હાથ (Iran Connection)હતો કે નહીં તે અંગે હજુ સુધી સત્તાવાર રહસ્ય યથાવત છે અને સઘન તપાસ ચાલી રહી છે.
કો પાયલટે કર્યો હુમલો
ઘટનાની વિગતો અનુસાર, 30 સપ્ટેમ્બરના રોજ જ્યારે આ પેસેન્જર વિમાન તેલ અવીવથી દુબઈ તરફ ઉડાન ભરી રહ્યું હતું, ત્યારે જોર્ડન ઉપર તેના સંતુલનમાં ગરબડ સર્જાઈ હતી. એટીસી (ATC) ને પહેલા 7700 અને ત્યારબાદ 7500 ના ઇમરજન્સી સિગ્નલ મળ્યા હતા, જે વિમાન હાઇજેક (Hijack Attempt)થવાના સંકેત આપતા હતા. પ્રત્યક્ષદર્શીઓ અને સાથી પાઇલટ્સના જણાવ્યા અનુસાર, કોકપીટની અંદર ઓમાની પાઇલટ વિમાનને ક્રેશ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ ભારતીય પાઇલટ સ્મિત મચ્છરે (Smit Machhar)સમયસૂચકતા દાખવીને તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે બંને વચ્ચે હિંસક ઝપાઝપી થઈ હતી.
![]()
flydubai વિમાનની લેન્ડિંગ બાદ ઓમાની પાયલટની કરાઇ ધરપકડ
સાઉદી અરેબિયામાં વિમાનના ઇમરજન્સી લેન્ડિંગ બાદ ઓમાની પાયલટની અટકાયત કરવામાં આવી છે. સાથી પાઇલટ્સ દ્વારા આ ઓમાની પાઇલટ મુસ્લિમ હોવાનું અને ધાર્મિક શ્રદ્ધાળુ કે કટ્ટરપંથી સ્વભાવનો હોવાનું વર્ણવવામાં આવ્યું છે. જોકે, આ પગલું ભરવા પાછળનો તેનો વાસ્તવિક હેતુ શું હતો તે હજુ અજ્ઞાત છે. ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું છે કે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને સંયુક્ત આરબ અમીરાત (UAE) આ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપી રહ્યું છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સાચી હકીકતો બહાર આવશે.
આ પણ વાંચો:ફ્લાઇટ હાઇજેક નિષ્ફળ બનાવનાર ભારતીય પાઇલટના PM મોદીએ કર્યા વખાણ
આ પણ વાંચો:ફ્લાયદુબઈએ ઇઝરાયલ રૂટની તમામ ફ્લાઇટ્સ કરી સ્થગિત
આ પણ વાંચો:કોકપીટમાં ઘૂસીને હુમલાવરને કાબુમાં લેનાર ઇઝરાયલી હીરોને મળ્યા PM નેતન્યાહૂ
