Ahmedabad News/ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલને 10 વર્ષની સજાની શક્યતા

IPC ની કલમ 304 અને 308 માંથી ડિસ્ચાર્જ આપવા માટે ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટ્લે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં માંગણી કરી હતી

Top Stories Ahmedabad Gujarat
તથ્ય પટેલ ઈસ્કોન બ્રિજ એક્સિડેન્ટ કેસમાં મુખ્ય આરોપી છે

Ahmedabad News : ઈસ્કોન બ્રિજ પર થયેલા ગમખ્વાર અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલને 10 વર્ષની સજા થઈ શકે છે. બીજીતરફ આ કેસમાં સાપરાધ મનુષ્ય વધની કલમમાંથી ડિસ્ચાર્જ આપવા માટે તથ્યના પિતાએ ગુજરાત હાઈકોર્ટમાં રિવિઝન અરજી કરી હતી. આ અંગેની સુનાવણીમાં હાઈકોર્ટે તથ્ય પટેલને મુક્તિ આપવાનો ઈન્કાર કર્યો હતો. જોકે તેના પિતાને મુક્તિ અપાઈ છે. સાપરાધ મનુષ્ય વધનો અપરાધ સાબિત થાય તો તથ્ય પટેલને 10 વર્ષની સજા થઈ શકે છે.

તથ્ય પટેલ ઈસ્કોન બ્રિજ એક્સિડેન્ટ કેસમાં મુખ્ય આરોપી છે. જ્યારે તેના પિતા પ્રગ્નેશ પટેલ વિરૂધ્ધ મોટર વ્હિકલ એક્ટ હેઠળ 177, 189, અને 134 અને IPC 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 અતર્ગત પોલીસે ગુનો નોંધ્યો હતો. જેમાં 1684 પાનાની ચાર્શીટ રજુ કરવામાંઆવી હતી. જોકે IPC ની કલમ 304 અને 308 માંથી ડિસ્ચાર્જ આપવા માટે તથ્ય પટ્લે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં માંગણી કરી હતી. તેના પિતાએ પણ આ કેસમાંથી ડિસ્ચાર્જ માંગ્યું હતું. બીજીતરફ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે બન્નેની અરજી નકારી કાઢી હતી. આથી તેમણે 2023ના અંતમાં ગુજરાત હાઈકોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી હતી.

ઈસ્કોન બ્રિજ અકસ્માત અંગે હાઈકોર્ટે ડિસ્ચાર્જ અરજી અંગે બે વર્ષે ચુકાદો આપ્યો

પ્રગ્નેશ પટેલ અને તથ્ય પટેલે 2023માં કરેલી આ ડિસ્ચાર્જ અરજી પર ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો. જોકે તથ્ય પટેલ વિરૂધ્ધ લગાવવામાં આવેલી IPC 304 અને 308ની કલમ હટાવવાનો હાઇકોર્ટે ઈન્કાર કર્યો છે. આમ આ કલમ હેઠળ તથ્ય પટેલને 10 લર્ષની સજા થઈ શકે છે. બીજીતરફ સાપરાધ મનુષ્ય વધની કલમમાંથી તથ્યના પિતા પ્રગ્નેશ પટેલને મુક્તિ આપવામાં આવતા તેની સામે 504, 506(2), 114 અને 118 અંતર્ગત ટ્રાયલ ચાલશે. હાઈકોર્ટે પ્રજ્ઞેશ પટેલને IPCની કલમો 279, 337, 338, 304, 308 અને મોટર વેહિકલ એક્ટની કલમો 177, 184, 134b માંથી મુક્તિ આપી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલને જામીન : માતાની સારવાર માટે હાઈકોર્ટે 7 દિવસના હંગામી જામીન આપ્યા

આ પણ વાંચો: ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને મળ્યા જામીન

આ પણ વાંચો: ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ: મૃતક હેડ કોન્સ્ટેબલના પરિવારે આટલા લાખનું વળતર માગ્યું