Ahmedabad News/ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ના જન્મદિન નિમિત્તે રખિયાલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

બ્લડ ડોનેશન કેમ્પ મા 101 બોટલ બ્લડ એકત્રિત કરીને શંકર ચૌધરીના જન્મ દિવસની ખૂબ સુંદર ઉજવણી કરવામાં આવી

Gujarat Ahmedabad
શંકર ચૌધરી ના જન્મદિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું

Ahmedabad News : ગુજરાત વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન Shankar Chaudhary ના જન્મ દિવસ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ અમદાવાદ રખિયાલ ખાતે akps અધ્યક્ષ લાલજી ભાઈ પટેલ કિયાલ અને યુવા આગેવાન મુકેશ ભાઈ મદનલાલ પટેલ સાથે મહેન્દ્ર ભાઈ પટેલ લુવાણા (ક) તથા રખિયાલ મેટલ માર્કેટ એસોસિયેશન વેપારી મિત્રો દ્વારા આજે blood donation camp નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બ્લડ ડોનેશન કેમ્પ થકી

101 બોટલ Blood એકત્રિત કરીને શંકર ચૌધરીના જન્મ દિવસની ખૂબ સુંદર ઉજવણી કરવામાં આવી હતી. આ આયોજન બદલ દરેકનો ખૂબ ખૂબ આભાર સાથે સાથે અધ્યક્ષ બનાસ ડેરીના ચેરમેન Shankar Chaudhary ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ તથા તેમને ભગવાન શ્રી રાજેશ્વર અને માં અર્બુદા હંમેશા નિરોગી રાખે અને ખૂબ પ્રજાલક્ષી કામ કરવાની શક્તિ આપે એવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

થરાદમાં Shankar Chaudhary બનાસ ડેરીના ચેરમેન ના જન્મદિવસ નિમિત્તે અનેક સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીના ભાગ રૂપે, બનાસ ડેરી અને બનાસ મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે થરાદ રેફરલ હોસ્પિટલમાં મફત આરોગ્ય સેવા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વિશાળ આરોગ્ય શિબિરમાં 15 થી વધુ વિભાગોના નિષ્ણાત ડોકટરોએ દર્દીઓને મફત સારવાર પૂરી પાડી હતી. સ્તન અને ગર્ભાશયના કેન્સરને શોધવા માટે મેમોગ્રાફી અને પેપ સ્મીયર જેવી આધુનિક સેવાઓ પણ પૂરી પાડવામાં આવી હતી.

 

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ખાતે CM ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે ‘સરદાર’ને પુષ્પાંજલિ અર્પણ કરાઇ…

આ પણ વાંચો: રાધનપુર બેઠક પરથી શંકર ચૌધરીના પ્રતિનિધિએ બનાસ ડેરી ચૂંટણીમાં બિનહરીફ જીત હાંસલ કરી

આ પણ વાંચો: બનાસકાંઠા શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવતા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી