Lifestyle/ લિવરને ધીમે-ધીમે ખતમ કરી નાખશે ખાન-પાનની આ કુટેવો…ફેટી લિવર અંગે ડૉક્ટરની ચેતવણી..!

ફેટી લિવર ઘણી ઝડપથી વધતી બીમારી બની ચૂકી છે! ડૉક્ટરો ચેતવણી આપે છે કે, ડાયેટમાં ગળ્યાં પીણા, સેચ્યુરેટેડ ફેટ વાળી ચીજ વસ્તુઓ અને આલ્કોહોલ…

Trending Food Health & Fitness Lifestyle
ફેટી લિવર, ડૉક્ટર

Lifestyle: ફેટી લિવર, ઘણી ઝડપથી વધતી આ બીમારી  માત્ર ભારત (India)માં જ નહિં પણ વિશ્વભરમાં એક સ્વાસ્થ્ય સમસ્યા બની ચૂકી છે! અયોગ્ય આહાર અને સ્ટ્રેસ (Bad Food Habits, Stress)ના કારણે ફેટી લિવર ઘણી ઝડપથી વધતી બીમારી બની ચૂકી છે! વિશ્વભરના આહાર વિશેષજ્ઞો અને લિવરના નિષ્ણાત ડૉક્ટરો ચેતવણી આપે છે કે, ડાયેટ (Diet)માં ગળ્યાં પીણા, સેચ્યુરેટેડ ફેટ વાળી ચીજ વસ્તુઓ અને આલ્કોહોલ સેવનની આદતો લિવરને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે! નાના-નાના જીવનશૈલીના બદલાવ પણ તમારા લિવરને હૅલ્ધી રાખી શકે છે.

સાંપ્રત યુગ ઝડપનો યુગ છે, તમામ વસ્તુઓ ફટાફટ થવી જોઇએ અને ફટાફટ મળવી જોઇએ એવી વિચારધારામાં માનતા લોકોની સંખ્યા વધી રહી છે. આ સંજોગોમાં અયોગ્ય આહાર, ઓછું હલન-ચલન અને તણાવયુક્ત જીવનશૈલી વગેરેના કારણે લિવર સંબંધી બીમારીઓ અત્યંત ઝડપે વધી રહી છે. અગાઉ ફેટી લિવર (Fatty Liver)ની સમસ્યા કેવળ અમુક જ લોકોમાં જોવા મળતી હતી પણ હવે તો બાળકોથી માંડીને વયસ્કો સુધીના દરેક એજ ગ્રુપના લોકો એનો શિકાર બની રહ્યાં છે! ડૉક્ટરોનું કહેવું છે કે આને જો અવગણવામાં આવે તો એ ધીમે-ધીમે વધીને સિરોસિસ કે લિવર કેન્સર જેવી ગંભીર બીમારીનું કારણ બની શકે છે.

ફેટી લિવર અંગે ડૉકટર શું સલાહ આપે છે?

હૅલ્થ એક્સપર્ટથી માંડીને ડૉક્ટરો (Doctor) સુધી તમામ એક જ સલાહ આપે છે કે, ‘તમારી લાઇફસ્ટાઇલ સુધારો!’ એક મશહૂર એવોર્ડ વિનિંગ લિવર (Liver) સ્પેશ્યાલિસ્ટનું કહેવું છે કે, “જો તમે તમારી રોજીંદી ખાવા-પીવાની ટેવોમાં નાના-નાના પરિવર્તનો લાવો તો ફેટી લિવર જેવા રોગોને સરળતાથી અટકાવી શકાય એમ છે!” એમની સલાહ અનુસાર, “અમુક વિશેષ ચીજ વસ્તુઓથી અંતર બનાવી રાખવું ઘણું જ આવશ્યક છે અને કેટલીક આસાન લાઇફસ્ટાઇલ ટિપ્સ (Lifestyle Tips) અપનાવવાથી તમારું લિવર લાંબા સમય સુધી હૅલ્ધી (Healthy) રહી શકે છે.”

આ નિષ્ણાતે લોકોને 3 મોટી ભૂલો કરવાથી બચવાની સલાહ આપી છે જેથી સમયસર લિવરને બચાવી શકાય! તો ચાલો જોઇએ કે એ ભૂલો કઇ-કઇ છે?

ફેટી લિવર, ડૉક્ટર

1. ગળ્યાં પીણાથી અંતર રાખો

ડૉક્ટરના જણાવ્યાનુસાર, કોલ્ડ ડ્રિંક્સ (Cold Drinks), પેકેટ વાળા તૈયાર જ્યુસ, ગળી ચા અને એનર્જી ડ્રિંક્સ લિવરના સૌથી મોટા દુશ્મન છે. એમાં હાજર વધુપડતી ખાંડ (Sugar)થી શરીરમાં ઇન્સ્યૂલિનની માત્રા વધે છે અને લિવરમાં ફેટ જમા થવા લાગે છે. જો તમે ફેટી લિવરથી બચવા ઇચ્છતા હો તો સૌપ્રથમ આ ગળ્યાં પીણાં ઓછા કે બંધ કરવા જરુરી છે.

2. વધુપડતા ઘી-માખણ અને સેચ્યુરેટેડ ફેટથી નુકસાન

ઘણા લોકોની ટેવ હોય છે કે રસોઇ બનાવતી વખતે ઘી, તેલ, માખણ કે પામ ઓઇલ (Palm Oil)નો ઉપયોગ ઘણો કરે છે. આ અંગે ડૉક્ટર કહે છે કે, આ વસ્તુઓમાં સેચ્યુરેટેડ ફેટ પ્રચૂર માત્રામાં હોય છે અને એ લિવરમાં ચરબી જામવાની સમસ્યામાં વધારો કરે છે. જો તમે લિવરને હૅલ્ધી રાખવા માગો છો તો હૅલ્ધી ઓઇલનો વપરાશ કરો અને આ તમામ વસ્તુઓના વપરાશની માત્રા સીમિત રાખવી.

3. દારુ

નિષ્ણાત સ્પષ્ટ રીતે જણાવે છે કે આલ્કોહોલ (Alcohol) લિવરને સૌથી વધારે ડેમેજ કરે છે! થોડીક માત્રામાં લેવાથી પણ લિવરમાં સોજા, ચરબી જમા થવી અને લાંબા સમયે સિરોસિસ રોગનું કારણ બની શકે છે. જો તમે વાસ્તવમાં લિવર હૅલ્ધી રહે એવું ઇચ્છતા હો તો દારુથી બને એટલા દૂર રહો!

ફેટી લિવર, ડૉક્ટર

4. બ્લેક કોફી ફાયદાકારક

લિવર સ્પેશ્યાલિસ્ટના મતે, ખાંડ વિનાની બ્લેક કોફી (Black Coffee) લિવર માટે ઘણી ફાયદાકારક છે. એમાં એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે જે લિવરની ચરબીને ઓછી કરવામાં, સોજા ઘટાડવામાં અને શુગર કંટ્રોલ કરવામાં મદદગાર સાબિત થાય છે.

શું હોય છે ફેટી લિવર?

જ્યારે પણ લિવરમાં એના કુલ વજનના 5%થી વધુ ચરબી જમા થાય એને ફેટી લિવર કહેવાય છે. એમ થવાથી લિવર યોગ્ય રીતે કાર્ય કરી શકતું નથી અર્થાત્ એ ભોજનનું પાચન કરવું, શરીરમાંથી ટૉક્સિન્સ બહાર કાઢવા અને બ્લડ શુગર કંટ્રોલ કરવું એ તમામ કાર્યો ઉચિત રીતે કરી શકતું નથી.

ફેટી લિવરના પ્રકાર

1. નોન-આલ્કોહોલિક ફેટી લિવર

આ પ્રકાર (NAFLD)માં સ્થૂળતા, ડાયાબિટીઝ, હાઈ બીપી અને હાઈ કોલેસ્ટ્રોલ (Obesity, High BP, High Colesterol) ધરાવતા લોકોમાં આ વધુ જોવા મળે છે.

2. આલ્કોહોલિક ફેટી લિવર

આ પ્રકાર (AFLD) દારુ (Alcohol) પીનારા લોકોમાં જોવા મળે છે.

જો ધ્યાન આપવામાં ન આવે તો એ નામની ગંભીર સ્થિતિમાં પરિવર્તિત થઇ શકે છે, જેના પરિણામે લિવર ફેલ થઇ શકે છે અથવા લિવર કેન્સર થઇ શકે છે!

ફેટી લિવર, ડૉક્ટર

લિવરને હૅલ્ધી શી રીતે રાખવું?

1. વજન નિયંત્રણ દ્વારા

2. દરરોજ થોડો વ્યાયામ કરવો

3. ગળ્યાં ખાંડવાળા પદાર્થો અને આલ્કોહોલથી દૂર રહીને

4. ઘરનું બનેલું તાજું ભોજન ખાઇને

5. સમયાંતરે લિવર ટેસ્ટ કરાવતા રહીને

આ નાના-નાના જીવનશૈલી વિષયક બદલાવ દ્વારા તમે લિવરને સ્વસ્થ રાખી શકો છો.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અઠવાડિયામાં કેટલી વાર સાબુથી નહાવું જોઇએ? દરરોજ નહાવાથી સ્કિન થશે ખરાબ…!

આ પણ વાંચો:

આ પણ વાંચો: