Sabarkantha News/ ઇડરમાં ખોટા ખેડૂત ખાતેદાર કેસમાં મામલતદારનો નિર્ણય, MLA રમણ વોરાને મોટો ઝટકો

Fake Farmer Land Case: સાબરકાંઠાના ઇડરમાં ખોટા ખેડૂત ખાતેદાર કેસમાં મામલતદારે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. દાવડા ગામની જમીનને ‘શ્રી સરકાર’ જાહેર કરવામાં આવી છે.

Gujrat Trending

Sabarkantha News : ઇડર તાલુકામાં જમીન સંબંધિત એક મહત્વપૂર્ણ કેસમાં મામલતદાર કચેરીએ નોંધપાત્ર નિર્ણય આપ્યો છે. દાવડા ગામની સીમમાં આવેલી એક જમીન (Fake Farmer Land Case)અંગેની કાર્યવાહી પૂર્ણ થયા બાદ સંબંધિત જમીનને ‘શ્રી સરકાર’ જાહેર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ કેસમાં ધારાસભ્ય રમણ વોરા (Raman Vora) અને તેમના પરિવારના સભ્યોના નામ પણ તપાસ દરમિયાન સામે આવ્યા હતા.

શું છે સમગ્ર મામલો?

મામલતદાર (Idar Mamlatdar) કચેરીમાં થયેલી કાર્યવાહી અનુસાર, દાવડા ગામની સીમમાં આવેલી જૂના સર્વે નંબર 792 (રી-સર્વે નંબર 548)ની જમીન અંગે રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં આરોપ મૂકાયો હતો કે આ જમીનની ખરીદી ખેડૂત ખાતેદાર ન હોવા છતાં ખેડૂત તરીકે કરવામાં આવી હતી. આ રજૂઆતના આધારે નિયમ મુજબ તપાસ શરૂ કરવામાં આવી હતી.

તપાસમાં શું સામે આવ્યું?

તપાસ દરમિયાન (Idar Land Dispute) ઉપલબ્ધ દસ્તાવેજો અને રજૂઆતોના આધારે મામલતદાર કચેરીએ સમગ્ર કેસની સુનાવણી હાથ ધરી હતી. બંને પક્ષોને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવી હતી. કચેરીના રેકોર્ડ મુજબ, કાર્યવાહી દરમિયાન અનેક વખત મુદતો આપવામાં આવી હોવા છતાં MLA રમણ વોરા અને તેમના પરિવારના સભ્યો તરફથી નિયમિત હાજરી નોંધાઈ નહોતી. આ બાબતને પણ નિર્ણય વખતે ધ્યાનમાં લેવામાં આવી હોવાનું જાણવા મળે છે.

જમીન ‘શ્રી સરકાર’ જાહેર કરવાનો આદેશ

સમગ્ર કેસની સુનાવણી બાદ મામલતદાર દ્વારા સંબંધિત જમીનને ‘શ્રી સરકાર’ જાહેર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. મામલતદારના આદેશ સામે સંબંધિત પક્ષ કાયદાકીય રીતે ઉચ્ચ સત્તા સમક્ષ અપીલ કરી શકે છે. હાલ આ મામલે આગળની કાનૂની પ્રક્રિયા પર સૌની નજર છે.


આ પણ વાંચો: અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ બાદ PM મોદી અને CMએ વ્યક્ત કર્યો શોક, મૃતકોના પરિવારને આર્થિક સહાયની જાહેરાત

આ પણ વાંચો: 8 વર્ષની રાહ બાદ સુરતના ચુડેલ ગામને મળી નવી ઓળખ, હવે બન્યું ચંદનપુર

આ પણ વાંચો: સુરતમાં પ્રેમી માટે માતાએ 5 વર્ષના દીકરાને બગીચામાં છોડી દીધો, 8 મહિના બાદ ખોટી ફરિયાદથી ભાંડો ફૂટ્યો