Surat News/ સુરતમાં પ્રેમી માટે માતાએ 5 વર્ષના દીકરાને બગીચામાં છોડી દીધો, 8 મહિના બાદ ખોટી ફરિયાદથી ભાંડો ફૂટ્યો

સુરતના વરાછામાં પ્રેમ સંબંધ માટે માતાએ પોતાના પાંચ વર્ષના પુત્રને જાહેર બગીચામાં તરછોડી (Mother Abandoned Son) દીધો હતો. આઠ મહિના બાદ બાળક ગુમ થયાની ખોટી ફરિયાદ નોંધાવતા પોલીસે માતા અને તેના પ્રેમીની ધરપકડ કરી.

Gujarat Surat Breaking News
Mother Abandoned Son: સુરતમાં કળિયુગી માતાની ક્રૂરતા, 5 વર્ષના પુત્રને તરછોડ્યો

Surat News: સુરત શહેરના વરાછા વિસ્તારમાંથી માનવતાને ઝંઝોડતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રેમ સંબંધને આગળ વધારવા માટે એક મહિલાએ પોતાના પાંચ વર્ષના નિર્દોષ પુત્રને જાહેર બગીચામાં એકલો છોડી (Mother Abandoned Son) દીધો હતો. ઘટનાના લગભગ આઠ મહિના બાદ બાળક ગુમ થયાની ખોટી ફરિયાદ નોંધાવતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. વરાછા પોલીસે તપાસ દરમિયાન સત્ય બહાર લાવી મહિલાની તેમજ તેના પ્રેમીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

8 મહિના બાદ નોંધાવી ગુમ થયાની ફરિયાદ

પોલીસના જણાવ્યા મુજબ, મહિલાએ પોતાના બાળકને બગીચામાં છોડી દીધા બાદ લાંબા સમય સુધી કોઈ ફરિયાદ નોંધાવી નહોતી. ત્યારબાદ સમાજ અને કાયદાથી બચવાના પ્રયાસરૂપે તેણે આઠ મહિના પછી બાળક ગુમ થઈ ગયો હોવાની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.જોકે, પોલીસને મહિલાના નિવેદનમાં અનેક વિસંગતતાઓ જણાતા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. તપાસ આગળ વધતાં મહિલાએ આખી હકીકત કબૂલી લીધી હતી.

Mother Abandoned Son: પ્રેમ સંબંધને કારણે લીધો નિર્દય નિર્ણય

તપાસમાં જાણવા મળ્યું કે મહિલાના પ્રથમ પતિ સાથે છૂટાછેડા થયા હતા અને પાંચ વર્ષનો બાળક પ્રથમ લગ્નમાંથી જન્મેલો હતો. ત્યારબાદ મહિલા અન્ય એક યુવકના સંપર્કમાં આવી હતી અને બંને સાથે રહેવા માંગતા હતા.પરંતુ યુવકના પરિવારજનો બાળકની જવાબદારી સ્વીકારવા તૈયાર ન હોવાથી મહિલાએ પોતાના જ પુત્રને રસ્તામાંથી દૂર કરવાનો નિર્ણય લીધો હતો. આ માટે તેણે બાળકને વરાછાના જાહેર બગીચામાં એકલો (Mother Abandoned Son) મૂકી ત્યાંથી નીકળી ગઈ હતી.

બગીચામાંથી મળેલા બાળકને બાળગૃહમાં મોકલાયો હતો

ઘટના સમયે બગીચામાં રડતો બાળક સ્થાનિક લોકોની નજરે ચડ્યો હતો. ત્યારબાદ બાળકને વરાછા પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસે બાળકના પરિવારની શોધખોળ માટે અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ કોઈ માહિતી ન મળતાં બાળકને સરકારી બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવ્યો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું સત્ય

મહિલાની ફરિયાદ બાદ પોલીસે ઘટનાક્રમની ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. પૂછપરછ દરમિયાન મહિલાના નિવેદનોમાં વિરોધાભાસ જણાતા પોલીસે વધુ તપાસ કરી હતી. અંતે મહિલાએ બાળકને જાણબૂઝીને બગીચામાં છોડી (Mother Abandoned Son) દીધો હોવાની કબૂલાત કરી હતી.પોલીસે બાળકને તરછોડવા, ખોટી માહિતી આપી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવા સહિતના ગુનાઓ હેઠળ મહિલાની અને તેના પ્રેમીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

સમાજ માટે ચેતવણીરૂપ ઘટના

આ સમગ્ર ઘટના માત્ર કાનૂની જ નહીં પરંતુ સામાજિક રીતે પણ ચિંતાજનક માનવામાં આવી રહી છે. નિર્દોષ બાળકને માતા દ્વારા જ તરછોડી (Mother Abandoned Son) દેવાની ઘટના અનેક સવાલો ઉભા કરે છે. પોલીસે લોકોને ખોટી ફરિયાદ નોંધાવવાથી દૂર રહેવા અને કોઈપણ સંજોગોમાં બાળકોના હિતને પ્રાથમિકતા આપવા અપીલ કરી છે.


આ પણ વાંચો:ચમહાલના શહેરામાં માનવતા શર્મસાર! કાંટાની ઝાડીઓમાં ત્યજી દેવાયેલી બાળકી મળી આવી

આ પણ વાંચો:માનવતા ફરી એકવાર શર્મશાર, માતા બાળકને બિનવારસી હાલતમાં તરછોડી પલાયન

આ પણ વાંચો:ગોધરાની દીપ મેટરનિટી હોસ્પિટલમાં નવજાત બાળકીની ટ્રાફિકિંગ કૌભાંડ, 8 લોકો સામે ફરિયાદ દાખલ!