Morbi News/ મોરબીમાં સ્કૂલ બસ અકસ્માત બાદ મોટો ખુલાસો! તપાસમાં બસના તમામ દસ્તાવેજો એક્સપાયર હોવાનો ખુલાસો

School Bus Accident: મોરબીના હળવદમાં ખાનગી સ્કૂલ બસ ટ્રક પાછળ અથડાતા 8 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા. પ્રાથમિક તપાસમાં બસના વીમા, PUC, ફિટનેસ અને રજિસ્ટ્રેશન સમાપ્ત હોવાનું સામે આવ્યું છે.

Gujrat

Morbi News: જિલ્લાના હળવદ તાલુકામાં શનિવારે સવારે ખાનગી સ્કૂલ બસ (School Bus Accident) અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. ચરાડવા હાઇવે પર દેવીપુર ગામ નજીક વિદ્યાર્થીઓને (Students) શાળાએ લઈ જતી બસ આગળ જઈ રહેલી ટ્રક સાથે અથડાતા 8 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.પ્રાથમિક માહિતી અનુસાર બસ બ્રિલિયન્ટ સ્કૂલના ( Brilliant School Bus Accident) વિદ્યાર્થીઓને ગામડાંમાંથી લઈને શાળા તરફ જઈ રહી હતી. દરમિયાન દેવીપુર નજીક ટ્રક સાથે પાછળથી ટક્કર થતાં બસનો આગળનો ભાગ ભારે નુકસાનગ્રસ્ત થયો હતો.

8 વિદ્યાર્થીઓને ઈજા, સારવાર ચાલુ

અકસ્માત બાદ સ્થાનિક લોકો અને 108 એમ્બ્યુલન્સની ટીમ (School Bus Accident) તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓમાંથી 6ને ચરાડવા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે વધુ ઈજા થયેલા 2 વિદ્યાર્થીઓને મોરબીની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. તમામ વિદ્યાર્થીઓની સ્થિતિ પર તબીબો નજર રાખી રહ્યા છે.

બસના દસ્તાવેજો અંગે મોટો ખુલાસો

પ્રાથમિક તપાસમાં બસ સંબંધિત કેટલાક મહત્વના મુદ્દા સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ બસનો વીમો, PUC, ફિટનેસ સર્ટિફિકેટ અને રજિસ્ટ્રેશનની મુદત પૂર્ણ થઈ ગઈ હતી. ઉપરાંત આરટીઓના ઓડિટ દરમિયાન બસને બ્લેકલિસ્ટ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. જોકે આ તમામ વિગતોની સત્તાવાર પુષ્ટિ સંબંધિત વિભાગ દ્વારા થવાની બાકી છે.

ડ્રાઈવર અંગે પણ તપાસ

પ્રાથમિક માહિતી મુજબ બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે તેની પુષ્ટિ માટે મેડિકલ તપાસ અને પોલીસ તપાસના અહેવાલની રાહ જોવામાં આવી રહી છે.

શિક્ષણ વિભાગ અને પોલીસ હરકતમાં

ઘટનાની જાણ થતાં જિલ્લા શિક્ષણ અધિકારી (DEO)એ શાળાની મુલાકાત લઈને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી. બીજી તરફ હળવદ પોલીસે અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. અકસ્માત ડ્રાઈવરની બેદરકારી, ઓવરસ્પીડ કે અન્ય કોઈ ટેકનિકલ કારણસર થયો હતો કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે.


આ પણ વાંચો: વિજાપુર મર્ડર મિસ્ટ્રી: અકસ્માત નહીં, પત્નીએ ભત્રીજા મારફતે પતિની કરાવી હત્યા; CCTV અને લોકેશનથી ખુલ્યો ભેદ

આ પણ વાંચો: સુરતમાં જગન્નાથ દર્શને જતી કોલેજિયન યુવતીનું ટ્રક અકસ્માતમાં મોત, એક ગંભીર ઈજાગ્રસ્ત

આ પણ વાંચો: આણંદમાં નશાની હાલતમાં PI ઝડપાયા, બેફામ કાર હંકારી અનેક અકસ્માત સર્જ્યાનો આરોપ