Narmda News/નર્મદા જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસી સ્થળ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નજીક તંત્ર દ્વારા એક કડક ડિમોલિશન (Demolition)ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અહીં સરકારી નિયમોનો ભંગ કરીને બનાવવામાં આવેલા ઉચ્ચ સરકારી અધિકારીઓના આલીશાન મકાનો પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું છે.
નિયમ ભંગ બદલ થઈ ડિમોલિશન કાર્યવાહી
મળતી માહિતી અનુસાર, સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના વિસ્તારમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા શરતો અને નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર રીતે મકાનોનું બાંધકામ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. આ બાબત ધ્યાને આવતા જ વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું અને કાયદેસરના પગલાં ભરવાનું શરૂ કર્યું હતું.
પાંચ મોટા ગેરકાયદે મકાનો જમીનદોસ્ત કરાયા
તંત્ર દ્વારા આયોજિત આ કડક ઝુંબેશ અંતર્ગત નિયમો વિરુદ્ધ બંધાયેલા આવા પાંચ ગેરકાયદેસર મકાનો (Illegal construction)ને બુલડોઝરની મદદથી જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ ભલે ગમે તેટલા ઉચ્ચ હોદ્દા પર હોય, પરંતુ નિયમો બધા માટે સરખા છે તેવો સ્પષ્ટ સંદેશ આ કાર્યવાહી દ્વારા આપવામાં આવ્યો છે.
વિરોધ વિના કામગીરી પૂર્ણ
સામાન્ય રીતે જ્યારે પણ આ પ્રકારની ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે ભારે હોબાળો કે વિરોધ જોવા મળતો હોય છે. પરંતુ આ કિસ્સામાં, ઉચ્ચ અધિકારીઓના મકાનો હોવા છતાં, સમગ્ર ડિમોલિશનની પ્રક્રિયા કોઈ પણ જાતના વિરોધ કે અવરોધ વિના શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. તંત્રની આ કડક કાર્યવાહી હાલ સમગ્ર પંથકમાં ભારે ચર્ચાનો વિષય બની છે.
આ પણ વાંચો: રાજકોટ ડિમોલેશન પાણી બોટલ વિવાદ: ₹12 લાખના બિલ પર સવાલ, સોશિયલ મીડિયામાં વાયરલ થયો ઓડિયો
આ પણ વાંચો: નર્મદા જિલ્લાના કુલ 5 તાલુકાઓમાંથી 1 તાલુકામાં પૂરની સ્થિતિ, જ્યારે બાકીના 4 તાલુકાઓ સંપૂર્ણપણે કોરાધાકોર!
આ પણ વાંચો: સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પ્રતિમા બનાવનાર મહાન શિલ્પકાર રામ વનજી સુતારનું નિધન
