Noida News: દેશના વિખ્યાત અને વિશ્વપ્રસિદ્ધ શિલ્પકાર રામ વનજી સુતારે દુનિયાને કીધું અલવિદા. 100 વર્ષની જૈફ વયે તેમણે નોઈડા સ્થિત પોતાના નિવાસસ્થાને મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધન સાથે કલા જગતમાં એક યુગનો અંત આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

પથ્થરોમાં જીવ ફૂંકનાર જાદુગર તરીકે ઓળખાતા રામ વનજી સુતારે તેમના 70 વર્ષથી વધુ લાંબા કરિયરમાં દેશ-વિદેશમાં અનમોલ શિલ્પકૃતિઓનું સર્જન કર્યું હતું. ગુજરાતમાં આવેલ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી (સરદાર પટેલની પ્રતિમા) તેમના કલાત્મક દૃષ્ટિકોણ અને અદભુત કુશળતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
દેશ-વિદેશમાં મહાત્મા ગાંધીની પ્રતિમાઓથી અપાવ્યું ગૌરવ
શિલ્પકાર રામ સુતાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સ, ફ્રાન્સ, ઇટાલી સહિત વિશ્વના અનેક દેશોમાં મહાત્મા ગાંધીની પ્રતિમાઓ રચી ભારતને વૈશ્વિક સ્તરે ગૌરવ અપાવ્યું હતું. તેમની કૃતિઓ આજે પણ ભારતીય સંસ્કૃતિ અને કલા પરંપરાની ઓળખ બનીને ઉભી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વ્યક્ત કરી શોક સંવેદના
મહાન કલાકાર રામ સુતારજીના અવસાન પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઘેરો શોક વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે,“રામ સુતારજીના અવસાનથી ખૂબ જ દુઃખ થયું છે. તેઓ એક માસ્ટર શિલ્પકાર હતા. તેમની અજોડ કુશળતા અને કલાત્મક પ્રતિભાએ ભારતીય કલાને વિશ્વમાં આદરણીય સ્થાન અપાવ્યું છે.”
Deeply saddened by the passing of Shri Ram Sutar Ji, a master sculptor whose unmatched skill and artistic brilliance earned him a revered place in Indian art.
Through his many landmark sculptures, he translated vision into form with rare sensitivity and precision.
His… pic.twitter.com/dO33epfbEe
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 18, 2025

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નહીં પરંતુ ભારતનું ગૌરવ છે, જે સદાય રામ સુતારજીની યાદ અપાવતી રહેશે. તેમણે આ દુઃખદ અવસરે પરિવારજનો અને પ્રશંસકો પ્રત્યેસંવેદના વ્યક્ત કરી છે.
કલા જગતમાં શિલ્પકાર માટે શોકની લાગણી
શિલ્પકાર રામ વનજી સુતારના નિધનથી દેશભરના કલા જગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેમના દ્વારા સર્જાયેલી અદ્વિતીય કૃતિઓ તેમને હંમેશા અમર રાખશે.
આ પણ વાંચો: બોર્ડર 2 રીલીઝ અંગે વરુણ ધવને દિલજીત દોસાંઝની ભારે મહેનતની કરી સરાહના
આ પણ વાંચો: ‘ધુરંધર’ ફિલ્મમાં અક્ષય ખન્નાના એન્ટ્રીસોન્ગ Fa9la ના દર્શકો બન્યા ક્રેઝી…!!
