Entertainment News/ બોર્ડર 2 રીલીઝ અંગે વરુણ ધવને દિલજીત દોસાંઝની ભારે મહેનતની કરી સરાહના

બોર્ડર 2 ટીઝર લોન્ચ ઇવેન્ટમાં વરુણ ધવન હાજર રહ્યા હતા, જ્યારે દિલજીત દોસાંઝ તેમાં સામેલ થઈ શક્યા નહોતા.

Trending Entertainment
દિલજીત દોસાંઝ તેમાં સામેલ થઈ શક્યા નહોતા.

Entertainment News: વરુણ ધવનએ પોતાની ફિલ્મ બોર્ડર 2 ના કો-સ્ટાર દિલજીત દોસાંઝની દિલથી પ્રશંસા કરી. બંને કલાકારો 2026માં રિલીઝ થનારી બહુપ્રીતિક્ષિત દેશભક્તિ ફિલ્મ બોર્ડર 2 માં સાથે નજર આવશે.

ફિલ્મના મેકર્સે તાજેતરમાં તેનો જબરદસ્ત ટીઝર લોન્ચ કર્યો છે, જેમાં દેશભક્તિથી ભરપૂર કહાનીની ઝલક જોવા મળે છે. ટીઝર લોન્ચ ઇવેન્ટમાં વરુણ ધવન હાજર રહ્યા હતા, જ્યારે દિલજીત દોસાંઝ તેમાં સામેલ થઈ શક્યા નહોતા. તેમ છતાં, વરુણે મંચ પરથી દિલજીતની મહેનતની ખુલ્લેઆમ પ્રશંસા કરી.

 વરુણ ધવનએ પોતાની ફિલ્મ બોર્ડર 2 ના કો-સ્ટાર દિલજીત દોસાંઝની દિલથી પ્રશંસા કરી

બોર્ડર 2 રીલીઝ અંગે વરુણે કહ્યું,

“તેમણે પણ આ ફિલ્મ માટે પોતાનું લોહી-પસિનો વહાવ્યો છે. તેઓ આ ફિલ્મમાં PVC નો પાત્ર ભજવી રહ્યા છે. હું તેમની તરફથી પણ સૌનો આભાર માનું છું.”

આ દરમિયાન દર્શકોએ તાળીઓ વગાડીને તેમનું સ્વાગત કર્યું.

 વરુણ ધવનએ પોતાની ફિલ્મ બોર્ડર 2 ના કો-સ્ટાર દિલજીત દોસાંઝની દિલથી પ્રશંસા કરી

બોર્ડર 2 ના ટીઝરમાં સની દેઓલ, વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી દેશની રક્ષા માટે લડતા નજર આવે છે. વરુણ, દિલજીત અને અહાન અનુક્રમે આર્મી, નેવી અને એર ફોર્સના ઓફિસર્સની ભૂમિકામાં જોવા મળશે.

અનુરાગ સિંહના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ 23 જાન્યુઆરી 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગર્લફ્રેન્ડના ભાઈની ધરપકડ બાદ અર્જુન રામપાલનું નિવેદન આવ્યું સામે, કહ્યું – મારે કોઈ લેવાદેવા નથી

આ પણ વાંચો: બિગ બોસ 19 ના ઘરમાંથી નીકળતાવેંત તાન્યા મિત્તલ પર દગાનો આરોપ…લોકોએ કહ્યું કે….

આ પણ વાંચો: ધુરંધર’ ફિલ્મમાં અક્ષય ખન્નાના એન્ટ્રીસોન્ગ Fa9la ના દર્શકો બન્યા ક્રેઝી…!!