Entertainment News: ‘ધુરંધર’ ફિલ્મ રુપેરી પડદે ધૂમ મચાવી રહી છે, આ ફિલ્મમાં અક્ષય ખન્નાની એક્ટિંગથી બધા ચકિત્ થઇ ગયા છે! એની આ ફિલ્મમાં એન્ટ્રી એક ગીત Fa9la સાથે થાય છે અને એ આજે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે, લોકો આ ડાન્સને અક્ષયનો ‘જમાલ કૂડૂ’ ડાન્સ કહી રહ્યા છે!

‘ધુરંધર’ માં Fa9la સોન્ગથી અક્ષય ખન્ના ની એન્ટ્રી બની જાનદાર
આદિત્ય ધરની મૂવી ‘ધુરંધર’ (Dhurandhar Film)માં અક્ષય ખન્ના (Akshaye Khanna)એ એવો માહોલ બનાવ્યો છે કે, જેની હર કોઇ પ્રશંસા કરી રહ્યા છે. આ ફિલ્મમાં અક્ષયે રહેમાન ડાકૂનો રોલ ભજવ્યો છે આ ભૂમિકામાં એની ખામોશીએ દર્શકો પર એવી અસર કરી છે કે, જેની સામે ભલભલા ડાયલોગ પણ ફિકા પડી જાય એમ છે! અક્ષયના આ ઢાંસુ પર્ફોર્મન્સના ખૂબ વખાણ થઇ રહ્યાં છે પણ એથીયે વિશેષ ચર્ચા તો એક બહેતરીન સોન્ગની થઇ રહી છે જે છે Fa9la…આ ગીતને ફ્લિપરાચી એ ગાયેલું છે અને એનાથી અક્ષયની એન્ટ્રી જાનદાર અને શાનદાર બની ગઇ છે!
‘ધુરંધર’ મૂવીનું રુંવાડા ઊંચા કરી દેતું આ સોન્ગ સોશિયલ મીડિયા પર વાયરલ છે અને એમાં અક્ષય બલૂચિસ્તાન (Balochistan)ના એક વિદ્રોહી નેતાની મુલાકાત કરતો દર્શાવવામાં આવ્યો છો. એ દરમિયાન બેકગ્રાઉન્ડમાં Fa9la સોન્ગ વાગે છે અને એના તાલે અક્ષય હળવા સ્મિત સાથે મસ્ત ચાલથી ચાલતા-ચાલતા જે ડાન્સ કરે છે એણે દર્શકોને દીવાના બનાવી દીધા છે. જે રીતે બોબી દેઓલ (Bobby Deol)ના ‘જમાલ કૂડૂ’ ડાન્સ (Jamal Kudu Dance) ને આવકાર મળ્યો હતો એ રીતે અક્ષય ખન્ના માટે આ Fa9la ડાન્સ (Fa9la Dance) બની ગયો છે!

Fa9la છે બહેરીનનું ખલીજી સ્ટાઇલ હિપ હોપ સોન્ગ
Fa9la સોન્ગને બહેરીનના રેપર ફ્લિપરાચી (Flipperachi, Bahraini Rapper)એ ગાયું છે. આ ખલીજી સ્ટાઇલ હિપ હોપ ટ્રેક છે જેને વર્ષ 2024માં મ્યુઝીક કમ્પોઝર શાશ્વત સચદેવે ‘ધુરંધર’ ફિલ્મમાં યુઝ કર્યુ છે. આ ગીત યૂટ્યૂબ પર 70 લાખ વખત જોવાયું છે પણ ધુરંધરની રિલીઝ બાદ એ ભારત (India)માં પણ એટલું જ લોકપ્રિય બની ચૂક્યું છે! ફેન્સ એની ખૂબ પ્રશંસા કરી રહ્યાં છે અને આ ગીતને ફિલ્મના મુખ્ય હીરો રણવીર સિંહે (Ranveer Singh) પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શૅર કર્યું છે.
અક્ષયે સ્વયં કરી કોરિયોગ્રાફી
તમને જાણીને નવાઇ લાગશે કે, આ ગીતમાં અક્ષયે ડાન્સને જાતે જ ઇમ્પ્રોવાઇઝ કર્યો હતો! આ ખુલાસો એના કો-સ્ટાર દાનિશ પંડોરે એક ઇન્ટરવ્યૂમાં કર્યો છે. અક્ષયે આદિત્ય ધરને પૂછ્યું, “ક્યા મૈં ડાન્સ કર સકતા હૂં?” જવાબ હતો, “જે તમારું મન કરે…” અને ત્યાર બાદ, બધાને નાચતા જોઇને પછી અક્ષય પોતે પણ ડાન્સ કરવા લાગ્યો હતો!

બલૂચિસ્તાનના ડાન્સ ‘ચાપ’ પરથી પ્રેરણા લેવાઇ આ ડાન્સ સ્ટેપ્સની
અત્રે ઉલ્લેખનીય છે કે, અક્ષયે ધુરંધરમાં જે Fa9la ડાન્સ કર્યો છે એ વાસ્તવમાં બલૂચિસ્તાનના પારંપરિક ડાન્સ ‘ચાપ’ પરથી લેવામાં આવ્યો છે, આ ડાન્સ ફોર્મને એક વાર ‘કોક સ્ટૂડિયો એક્સપ્લોરર’ ના એક વીડિયોમાં પણ દર્શાવાયો હતો.
ફ્લિપરાચી કોણ છે?
ફ્લિપરાચીનું અસલ નામ હુસ્સામ અસીમ છે. એ બહેરીનનો એક રેપર છે, આરબ હિપ-હોપની દુનિયાના સૌથી હોનહાર યુવા ગાયકોમાં એનું નામ સામેલ છે. ‘લાસ્ટએફએમ’ પર એમની પ્રોફાઇલ છે જે મુજબ, ફ્લિપરાચીને 12 વર્ષની વયથી જ મ્યુઝીકનો ચસ્કો લાગ્યો હતો અને કિશોરાવસ્થા સુધી પહોંચતા તો એ રેપ સ્ટાઇલમાં પરફોર્મ કરવા લાગ્યો હતો. વર્ષ 2003 થી પોતાની કેરિયર શરુ કરીને 2024 માં એણે બહેરીનના ‘આર્ટિસ્ટ ઑફ ધ યર’ નો એવોર્ડ જીત્યો હતો! એમણે અનેક હીટ સોન્ગ ગાયા છે જેમાં ‘ઈ લા’, ‘શિનો અલકલામ હત્થા’, ‘શૂફા’ અને ‘નાયદા’ સામેલ છે.

‘ધુરંધર’ની સ્ટાર કાસ્ટ અને બોક્સઑફિસ કલેક્શન
આ ફિલ્મમાં અક્ષય ખન્ના ઉપરાંત, રણવીર સિંહ, સારા અર્જુન (Sara Arjun), આર. માધવન, અર્જુન રામપાલ, સંજય દત્ત અને રાકેશ બેદી જેવા એક્ટર્સે અભિનય કર્યો છે. 5 ડિસેમ્બરે રિલીઝ થયેલી આ મૂવીએ માત્ર 4 જ દિવસની અંદર, દેશભરના થિયેટર્સમાંથી 126.25 કરોડ અને વર્લ્ડ વાઇડ રુપિયા 193 કરોડ જેટલી અધધધ કમાણી કરી લીધી છે!
આ પણ વાંચો: રણવીર સિંહ અને દિપીકા પાદુકોણ સંતાન પહેલા અલગ થશે ?
આ પણ વાંચો: રણવીર સિંહની ‘ધુરંધર’ ફિલ્મના સેટ પર ફૂડ પોઈઝનિંગ, 100થી વધુ લોકો હોસ્પિટલમાં ભરતી કરાયા

