Ranvir sinh/ રણવીર સિંહ અને દિપીકા પાદુકોણ સંતાન પહેલા અલગ થશે ?

બન્નેના લગ્નજીવન પર લોકો સવાલો ઉઠાવી રહ્યા છે

India Top Stories

Bollywood News :  બોલિવૂડના પાવર કપલ રણવીર સિંહ અને દિપીકા પાદુકોણ આજે અચાનક તેમની અંગત જિંદગીને કારણે હેડલાઈન્સમાં છે. આ બંનેના લગ્ન જીવન પર સવાલો ઉઠી રહ્ય છે. જ્યારથી બંનેએ કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ’માં ભાગ લીધો છે, ત્યારથી તેમની અણબનાવના સમાચારો સામે આવી રહ્યા છે. તે જ સમયે, આજે જે પ્રકારના સમાચાર સાંભળવા મળી રહ્યા છે, તે પછી ચાહકોના હોશ ઉડી ગયા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે રણવીર અને દીપિકા વચ્ચે અણબનાવ એટલો વધી ગયો છે કે અભિનેતાએ હવે તેના ઇન્સ્ટાગ્રામ પરથી લગ્નની તસવીરો પણ ડિલીટ કરી દીધી છે. વેલ, આમાં સત્ય છે, જ્યારે તમે રણવીર સિંહનું ઈન્સ્ટાગ્રામ જોશો, તો તમને ત્યાં તેના અને દીપિકાના લગ્નની તસવીરો જોવા નહીં મળે. જોકે, દીપિકાએ હજુ સુધી પોતાના એકાઉન્ટમાંથી લગ્નના ફોટા હટાવ્યા નથી. આવી સ્થિતિમાં, ચાહકો પણ મૂંઝવણમાં છે કે આ બંને વચ્ચે શું ચાલી રહ્યું છે. તે જ સમયે, લગ્નના ફોટા સિવાય, દીપિકા સાથેના અન્ય ફોટા રણવીર સિંહના એકાઉન્ટ પર ઉપલબ્ધ છે.

પરંતુ જો તેણે લગ્નના ફોટા ડીલીટ કર્યા છે તો બીજા ફોટા કેમ ડીલીટ ન કર્યા આ સવાલ દરેકના મનમાં ઉઠી રહ્યો છે. આવી સ્થિતિમાં, લોકો જાણવા માંગે છે કે શું આ બંને તેમના બાળકના આ દુનિયામાં આવે તે પહેલાં ખરેખર અલગ થઈ જશે. તો આ સવાલનો જવાબ એક વાયરલ ફોટો દ્વારા આપવામાં આવ્યો છે. હવે આ કપલનો એક ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આમાં બંને તેમના બેબીમૂનને એન્જોય કરી રહ્યાં છે અને જહાજમાં મસ્તી કરી રહ્યાં છે. આ ફોટોમાં દીપિકા આરામદાયક કપડામાં જોઈ શકાય છે. સાથે જ ફોટોમાં તેનો બેબી બમ્પ પણ દેખાઈ રહ્યો છે.

ફોટોમાં તેની પાછળ તેનો પતિ રણવીર સિંહ પણ જોવા મળી રહ્યો છે. હવે આ બંનેને એકસાથે જોઈને સ્પષ્ટ થાય છે કે બંને હજુ પણ ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યાં છે. આવી સ્થિતિમાં છૂટાછેડાના સમાચાર માત્ર અફવા છે અને તેમાં કોઈ સત્યતા નથી. હવે રણવીર સિંહની ટીમે સ્પષ્ટતા આપી છે અને કહ્યું છે કે અભિનેતાએ તેના લગ્નના ફોટા સહિત 2023 પહેલાની તમામ પોસ્ટ ડિલીટ કરી નથી પરંતુ તેને આર્કાઇવ કરી છે. કપલે સોશિયલ મીડિયા મેનેજમેન્ટ સ્ટ્રેટેજીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જશે, જલ્દીથી મતદાન કરી લો…

આ પણ વાંચો: વિવાદિત ટીપ્પણી બાદ કનુ દેસાઈએ માફી માંગી!

આ પણ વાંચો:ભાજપ કરતાં કોંગ્રેસના ઉમેદવારનો ચૂંટણી ખર્ચ વધુ