Gujarat Weather/ રાજ્યમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જશે, જલ્દીથી મતદાન કરી લો…

ગાંધીનગરમાં 40 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે. સુરત, સૌરાષ્ટ્ર, રાજકોટમાં 39 થી 40 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. ભુજમાં 40 થી 41 ડિગ્રી સુધી તાપમાન…………..

Top Stories Gujarat
Image 2024 05 07T072816.893 રાજ્યમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જશે, જલ્દીથી મતદાન કરી લો...

Gujarat Weather News:  લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું આજે મતદાન છે. રાજ્યમાં મતદાનને લઈ નાગરિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે અમદાવાદમાં 41 થી 42 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે, લોકો સવાર 7 વાગ્યાથી મતદાન કરવા બૂથ પર લાઈનોમાં ઊભા રહી ગયા છે. હવામાન વિભાગ આજે 42 ડિગ્રી સુધી ગરમીનો પારો ઊંચે જશે તેવી આગાહી કરી છે.

ગાંધીનગરમાં 40 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે. સુરત, સૌરાષ્ટ્ર, રાજકોટમાં 39 થી 40 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. ભુજમાં 40 થી 41 ડિગ્રી સુધી તાપમાન રહેશે. બપોરે 2 થી 4 સૌથી વધુ ગરમી પડશે જેથી આ સમયે ઓછું મતદાન થવાની સંભાવના છે. આજે પોરબંદર, સુરત, ભાવનગર, દીવમાં હીટવેવની આગાહી કરાઈ છે. અમદાવાદમાં આગામી ત્રણ દિવસ યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર પશ્ચિમી દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતમાં પાંચ દિવસ સૂકું વાતાવરણ રહેશે. વાદળ હટવાથી 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની સંભાવના છે.

ગુજરાતમાં આજે મતદાનના દિવસે તાપમાનનો પારો વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર સહિત ગુજરાતના મોટાભાગના જિલ્લામાં તાપમાનનો પારો વધી શકે છે. આ તરફ અમદાવાદમાં ત્રણ દિવસ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. તો ગાંધીનગરમાં હીટવેવની આગાહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આજે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે

આ પણ વાંચો:વિવાદિત ટીપ્પણી બાદ કનુ દેસાઈએ માફી માંગી!

આ પણ વાંચો:ભાજપ કરતાં કોંગ્રેસના ઉમેદવારનો ચૂંટણી ખર્ચ વધુ