Gujarat: રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈની વિવાદિત ટીપ્પણી બાદ કોળી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો, જેને લઈને જાહેરમાં માફી માંગવાની તેમજ રાજીનામા આપવાની માગ ઉઠી હતી ત્યારે કનુભાઈ દેસાઈએ કોળી સમાજની માફી માંગી છે.
ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ માફી માગતા કહ્યું કે, ‘મારો ઈરાદો કકોળી સમાજની લાગણી દુભાવવાનો નહોતો. વીડિયો અને મારા નિવેદનને તોડીમરોડીને રજૂ કરાયો છે. વલસાડની તડપજી ભાષામાં બોલવામાં આવેલી કહેવતને કાટ-છાંટ કરીને રજૂ કરવામાં આવી હતી, જો કોળી સમાજની લાગઘણી દુભાઈ હોય તો હું માફી માંગુ છું. મેં કોળી સમાજને દરેક કામમાં સક્રિય રીતે ટેકો કર્યો છે. મેં જે કાર્યક્રમમાં આ ટિપ્પણી કરી હતી ત્યાં કોળી સમાજના આગેવાનો પહેલાથી જ હાજર હતા. જો તમે વીડિયો જોશો તો જાણી જશો કે તેનાથી કોઈનો વિરોધ કરાયો નથી કે વાંધજનક ટિપ્પણી પણ કરાઈ નથી’.
આ પણ વાંચો:ભાજપ કરતાં કોંગ્રેસના ઉમેદવારનો ચૂંટણી ખર્ચ વધુ
આ પણ વાંચો:મૌલવીની ધરપકડનો મામલો, હર્ષ સંઘવીના કોંગ્રેસ પર પ્રહાર