Weather/ રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત, પરંતુ રાજ્યના અનેક શહેરોમાં છવાયું ધુમ્મસ

રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત, પરંતુ રાજ્યના અનેક શહેરોમાં છવાયું ધુમ્મસ

Top Stories Gujarat Others
delhi winter રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત, પરંતુ રાજ્યના અનેક શહેરોમાં છવાયું ધુમ્મસ

ગુજરાત રાજ્યમાં હાલમ  લોકોને કડકડતી ઠંડી માં થી છુટકારો મળ્યો છે. લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો સાથે રાજ્યના અનેક શહેરોમાં ધુમ્મસ પણ જોવા મળી રહ્યું છે.

ઉત્તર પૂર્વના પવનો ફૂંકાય રહ્યા છે ,જેના કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ આગામી દિવસોમાં ઠંડીનું ફરી જોર વધશે. હાલમાં શહેરના બાગ-બગીચાઓમાં લોકોની ભીડ  જોવા મળી રહીછે. મોર્નિંગ વૉક,એક્સરસાઇઝ, જોગિંગ કરતા લોકો જોવા મળી રહ્યા છે. ઇમ્યુનીટી બુસ્ટ કરવા વ્યાયામ સૌથી શ્રેષ્ઠ છે. આવનારા સમયમાં ફરી ઠંડીના પ્રમાણમાં વધારો થવાની આશંકા જોવા મળી રહી છે.

હાલમાં  રાજ્યમાં વહેલી સવારે ઠંડી જયારે દિવસના સમયમાં ગરમી અનુભવાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 4, 5 ફેબ્રુઆરીથી રાજ્યમાં ફરી ઠંડીના પ્રમાણમાં વધારો થશે તેમજ કચ્છના વિસ્તરોમાં કોલ્ડવેવ ફૂંકાવાની આશંકા સેવાઈ રહી છે.

Rajkot / મોડીરાત્રે રૈયાણીની ઓડિયો ક્લિપ વિશે વાતો કરતાં હતા યુવાનો , આવી પહોંચ્યા ખુદ ધારાસભ્ય અને થઈ બબાલ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…